મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ !
Breaking news
Morbi Today

મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયેલ ઇસમ પાસા તળે ભાવનગર જેલ હવાલે


SHARE













મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયેલ ઇસમ પાસા તળે ભાવનગર જેલ હવાલે

મોરબીમાં અગાઉ અનેક વખત દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા શખ્સની સામે એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા પાસાની પ્રપોઝલ તૈયાર કરવામાં આવી હતી અને રજૂ કરવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તે ઇસમને જેલ હવાલે કરવાનો હુકમ કરાયો હોય પોલીસે બુટલેગર સાહિલ ચાનીયાને પકડીને હાલ ભાવનગર જેલ હવાલે કર્યો છે.

મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સુચના તથા ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર ઇંગ્લીશ દારૂના ગુનામાં પકડાયેલ સાહીલ રહીમભાઇ ચાનીયા (ઉમર ૨૨) રહે.મોરબી કાલીકા પ્લોટ વસીલા પાનવાળી શેરી વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ તૈયાર કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર દ્રારા તે પાસા પ્રપોઝલ મંજુર કરીને પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યુ હતુ.જેથી એ ડિવિઝન પીઆઇ હકુમતસિંહ જાડેજા દ્રારા સાહિલ ચાનીયાની અટકાયત કરીને પાસા વોરંટની બજવણી કરી હાલ તેને ભાવનગર જીલ્લા જેલ હવાલે કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા ગામે રહેતા રાકેશભાઈ વલ્લભભાઈ પટેલ નામના ૨૫ વર્ષના યુવાનને મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલી ક્રિષ્ના સ્કૂલથી આગળ વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થઈ હતી.જેથી રાકેશભાઈ પટેલને સારવાર માટે અત્રેની સિવિલએ લાવવામાં આવ્યા હતા.જ્યાં તેમની સારવાર કરીને સિવિલ હોસ્પિટલ તરફથી પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી. તે રીતે જ વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબીના પંચાસર રોડ ઉપર ઉમીયાનગર જતા રસ્તે બન્યો હતો.જયાં બાઇક સ્લીપેજ થવાના બનાવમાં ગોપાલભાઈ ચુનીલાલ પરમાર (ઉમર ૩૪) રહે.સત્યમ હોલ સામે પંચાસર રોડ વાળાનું બાઈક ત્યાં સ્લીપ થઈ ગયું હતું.આ બનાવમાં ઇજા પામેલ ગોપાલ પરમારને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા સ્ટાફના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News