મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા મોરબી સિરામિક ઉદ્યોગમાં ગેસની સપ્લાઈ-ભાવ મુદે ગુજરાત ગેસ કંપનીના એમડી-અધિકારીઓએ સાથે મિટિંગ યોજાઇ હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ઓનલાઈન ખરીદી-વેચાણ કરનારાઓ સાવધાન: હળવદમાં થયેલ યુવાનના અપહરણ ગુનામાં ચાર આરોપીની ધરપકડ


SHARE













ઓનલાઈન ખરીદી-વેચાણ કરનારાઓ સાવધાન: હળવદમાં થયેલ યુવાનના અપહરણ ગુનામાં ચાર આરોપીની ધરપકડ

હળવદમાં આવેલ વિશ્વાસ આર્કેડ કોમ્પલેક્ષમાં ધ હિન્દુ બ્રાન્ડે ગામની દુકાન સામેથી પૈસાની લેતીદેતી બાબતે વેગેનાર કારમાં આવેલા ચાર શખ્સો દ્વારા બે યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તે પૈકીના એક યુવાનને ચુલી ગામના બસ સ્ટેન્ડ પાસે કારમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યો હતો અને બીજાનું અપહરણ કરીને લઈ ગયા હતા જેથી કરીને કારમાંથી ઉતારી દેવામાં આવેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધેલ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે

મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રહેવાસી અને હાલમાં સરા નાકે શિવ અપના મોલની સામેની ગલીમાં ભાડાના મકાનમાં રહેતા ધાર્મિકભાઈ દેવરાજભાઈ નકુમ જાતે દલવાડી (૨૪)એ વેગેનાર ગાડી નંબર જીજે ૧૩ એન ૪૬૨૨ માં આવેલા અજાણ્યા ચાર શખ્સોની સામે અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કેતે પોતાના સાથી કર્મચારી રવિભાઈ બાવનજીભાઈ સાકરીયા સાથે હળવદમાં આવેલ વિશ્વાસ આર્કેડ કોમ્પલેક્ષમાં ધ હિન્દુ બ્રાન્ડ નામની દુકાન સામે હતા ત્યારે મારુતિ વેગનાર કારની અંદર આવેલા ચાર શખ્સોએ ત્યાં આવીને રવિભાઈ સાથે પૈસાની લેતીદેતી બાબતે ભૂંડા બોલી ગાળો બોલી હતી અને ત્યાર બાદ પોલીસ સ્ટેશનને લઈ જવાનું કહીને ફરિયાદ અને તેના મિત્રને બળજબરીથી કારમાં બેસાડી દીધા હતા અને ત્યારબાદ કારને ધાંગધ્રા બાજુ મારી મૂકી હતી અને ચુલી ગામના બસ સ્ટેશન પાસે ફરિયાદી ધાર્મિકભાઈ નકુમને કારમાં બેઠેલા શખ્સોએ નીચે ઉતારી દીધો હતો જોકે રવિભાઈને ધાંગધ્રા તરફ કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા

જેથી ધાર્મિકભાઈ નકુમે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતેની અપહરણની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે અપહરણ કરવામાં આવેલા યુવાનને શોધવા માટે તથા અપહરણ કરી ગયેલા ચાર આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એચ. અંબારિયા ચલાવી રહ્યા હતા તેવામાં ખાનગી હકીકત તથા ટેકનિકલ સોર્સ મારફતે પોલીસે ચાર આરોપીઓને પકડી પાડેલ છે જેમાં મેહુલ ગોવિંદભાઈ પરમાર (૧૯) રહે. અંકેવાળીયા તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર, પૃથ્વીરાજ પ્રવીણભાઈ કોબીયા (૧૯) રહે. સાંકળી તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર, રોહનભાઈ વિનોદભાઈ પટેલ (૨૧) રહે. અંકેવાળીયા તાલુકો લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર અને દીપકભાઈ કરસનભાઈ રાઠોડ રહે વાડલા તાલુકો વઢવાણ જીલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી છે

વધુમાં આ બાબતે હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અપહરણ કરવામાં આવેલ રવિભાઈની મામાની દીકરી પણ ઓનલાઇન કપડા વેચવાનો ધંધો કરતી હતી અને તેની પાસેથી પકડાયેલા આરોપીઓના મિત્ર ભગીરથ દ્વારા ૩૨૦૦૦ રૂપિયાની કિંમતના માલની ખરીદી કરવામાં આવી હતી જો કે, તે માલ ન વેચાતા તેણે પૈસા પાછા માગ્યા હતા અને ત્યારે પૈસા પાછા ન મળે તેવું રવિના મામાની દીકરી બહેન દ્વારા કહેવામાં આવ્યું હતું અને તેણે ત્યારબાદ આ ધંધો છોડી દીધો હતો જોકે, ભગીરથને જે પૈસા લેવાના નીકળતા હતા તેની માંગણી તેને હાલમાં ભોગ બનેલા રવિભાઈ પાસે શરૂ કરી હતી અને તેવામાં ભગીરથના ચાર મિત્રો દ્વારા કારમાં રવિનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News