મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી અદાલત મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત મોરબીના ખાટકીવાસમાં લાયસન્સ ન માટે ત્યાં સુધી કતલખાના બંધ રાખવાની લેખિત બાહેંધરી ન મળે તો મિકલતો કરશે સીલ: ડેપ્યુટી કમિશ્નર ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ગ્રાહક સુરક્ષાના કેસોમાં દરખાસ્ત લેવાનું બંધ થતા ન્યાય મંત્રીને રજૂઆત


SHARE









મોરબી જિલ્લામાં ગ્રાહક સુરક્ષાના કેસોમાં દરખાસ્ત લેવાનું બંધ થતા ન્યાય મંત્રીને રજૂઆત

મોરબી જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં બનેલા કેસને નાણાં ન મળતા દરખાસ્ત ભરવાની હોય છે જો કે, હાલમાં મોરબીમાં દરખાસ્ત લેવાનું બંધ કરાયું છે જેથી કરીને ગ્રાહકોને અન્યાય થાય છે જેથી કરીને આ બાબતે મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા રાજ્યના ન્યાય મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજ્યના ન્યાય મંત્રી ઋષિકેશ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં જીતેલા ગ્રાહકને સામેની પાર્ટી સમય મર્યાદામાં પૈસા ન આપે તો તેની દરખાસ્ત ભરવાની હોય છે જો કે, આખા ગુજરાતમાં દરખાસ્ત ભરાય છે પરંતુ મોરબીમાં દરખાસ્ત લેવાની ના પાડે છે અને બે મહિનાથી કોર્ટ બંધ હતી કારણ કે ન્યાયમૂર્તિ નથી, સભ્ય નથી, સ્ટેનો નથી, ક્લાર્ક નથી, પટાવાળા નથી, ન્યાયમૂર્તિ રાજકોટથી આવે છે, બાકીનો સ્ટાફ જામનગરથી આવે છે. આ પરિસ્થિતિમાં ગ્રાહક હેરાન થાય છે જેથી કરીને પાંચ વર્ષ સુધી કેસ ચાલે અને ગ્રાહક કેસ જીતી જાય, નાણા સમય મર્યાદામાં સામેની પાર્ટી ના ચૂકવે તો દરખાસ્ત ભરે તો સામેની પાર્ટી નાણા ચૂકવી આપે છે. પરંતુ દરખાસ્ત ભરવામાં આવે નહીં તો વીમા કંપની કે ફાઇનાન્સ કંપની કે અન્ય પાર્ટીને છુટ્ટો દોર મળી જાય અને ગ્રાહકને અંતે ન્યાય મળે નહીં અને સરકારી ગ્રાહક સુરક્ષાની સુંદર યોજના નિષ્ફળ જાય તેવો ઘાટ સર્જાય છે. જેથી કરીને ગ્રાહકને ન્યાય મળે તે માટે દરખાસ્ત સ્વીકારવાની કાર્યવાહી વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે સાથોસાથ મોરબી જિલ્લામાં હાલમાં રાજકોટ તથા જામનગરથી સ્ટાફ આવે છે તેના બદલે તમામ કાર્યવાહી જ્યાં સુધી સ્ટાફની ભરતી ન થાય ત્યાં સુધી રાજકોટ કેસ ચલાવવામાં આવે તેવી ગ્રાહક વતી માંગ કરી છે.




Latest News