મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના હોલમઢ પાસે મૂકવામાં આવેલ પાંજરામાં દીપડો પુરાયો


SHARE









વાંકાનેરના હોલમઢ પાસે મૂકવામાં આવેલ પાંજરામાં દીપડો પુરાયો

વાંકાનેર તાલુકામાં દીપડો હોલમઢ મંદિર પાસે દેખાયો હોય તેવો વિડીયો વાયરલ થયેલ છે જેથી કરીને ત્યાં દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા ત્યાં પાંજરું મૂકવામાં આવેલ હતું જેમાં એક દીપડો પાંજરે પુરાયેલ છે

વાંકાનેર વન વિભાગના અધિકારી પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ હોલમઢ અને જાલસિકા ગામની સિમમાં છેલ્લા દિવસોથી દીપડો જોવા મળે છે તેવામાં એક વિડીયો પણ વાયરલ થયેલ હતો જેથી કરીને શનિવારે જાલસીકા અને હોલમઢ ગામની ગૌશાળા નજીક દીપડાને પકડવા માટે પાંજરું મુકવામાં આવેલ હતી અને ગતરાત્રીના એક દીપડો હાલમાં પાંજરે પુરાયેલ છે વધુમાં વન વિભાગના અધિકારીએ જણાવ્યુ હતું કે, હાલમાં જે દીપડો પાંજરામાં પૂરાયેલ છે તે પાંચથી છ વર્ષનો છે અને આ દીપડાને રામપરા વીડી અભયારણ્ય ખાતે પાંજરામાં જ રાખવામા આવશે અને ત્યાર બાદ વનવિભાગની સૂચના મુજબ અન્યત્ર મુકત કરવામાં આવશે વધુમાં મળી રહેલ માહિતી મુજબ જાલસિકા અને હોલમઢ નજીક હજુ પણ દીપડા હોવાની શક્યતા છે જેથી તેને પણ પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવશે




Latest News