હળવદના માનસર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માથું છૂંદાઈ જવાથી શ્રમિક યુવાનનું મોત વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં કચરાના નિકલા માટેના પાલિકાના ટ્રેક્ટરમાંથી અબોલ જીવના અવશેષો રસ્તા ઉપર પડતાં લોકો હેરાન


SHARE













મોરબીમાં કચરાના નિકલા માટેના પાલિકાના ટ્રેક્ટરમાંથી અબોલ જીવના અવશેષો રસ્તા ઉપર પડતાં લોકો હેરાન

મોરબી પાલિકાના કચરાના ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે ટ્રેક્ટર દોડાવવામાં આવે છે તેમાં જે વિસ્તારમાં કતલખાના ચાલુ હોય ત્યાંથી અબોલ જીવના કપાયેલા અવશેષોને પણ નાખવામાં આવે છે આવો જ કચરો લઈને જતાં એક ટ્રેક્ટરમાંથી અબોલ જીવના અવશેષો જાહેર રસ્તા ઉપર પડતાં હતા તેમ છતાં પણ પાલિકાનું ટ્રેક્ટર લઈને જઇ રહેલા વ્યક્તિએ તેની દરકાર લીધી ન હતી જેથી કરીને હાલમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી કચરાનો નિકાલ કરવા માટે પાલિકા દ્વારા ટ્રેક્ટર દોડાવવામાં આવે છે જેમાં કચરો લઈને ડંપિંગ સાઇટ ઉપર નાખવાનો હોય છે જો કે, અમુક વિસ્તારમાં કતલખાના આવેલ છે તેવા વિસ્તારમાંથી કચરાની સાથે અબોલ જીવના અવશેષોને પણ પાલિકાના કચરાના ટ્રેક્ટરમાં નાખવામાં આવે છે અને આવી જ રીતે અગાઉ પણ એક ટ્રેક્ટરમાંથી થોડા સમય પહેલા અબોલ જીવના અવશેષો રસ્તા ઉપર પડ્યા હતા ત્યાં આજે મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન રોડે અબોલ જીવના અવશેષો પાલિકાના કચરા નિકાલ માટેના ટ્રેક્ટરમાંથી જાહેર રસ્તા ઉપર પડ્યા હતા જેથી તે રોડ ઉપર થી પસાર થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો 






Latest News