મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબીમાં કચરાના નિકલા માટેના પાલિકાના ટ્રેક્ટરમાંથી અબોલ જીવના અવશેષો રસ્તા ઉપર પડતાં લોકો હેરાન


SHARE













મોરબીમાં કચરાના નિકલા માટેના પાલિકાના ટ્રેક્ટરમાંથી અબોલ જીવના અવશેષો રસ્તા ઉપર પડતાં લોકો હેરાન

મોરબી પાલિકાના કચરાના ડોર ટુ ડોર કચરાના નિકાલ માટે ટ્રેક્ટર દોડાવવામાં આવે છે તેમાં જે વિસ્તારમાં કતલખાના ચાલુ હોય ત્યાંથી અબોલ જીવના કપાયેલા અવશેષોને પણ નાખવામાં આવે છે આવો જ કચરો લઈને જતાં એક ટ્રેક્ટરમાંથી અબોલ જીવના અવશેષો જાહેર રસ્તા ઉપર પડતાં હતા તેમ છતાં પણ પાલિકાનું ટ્રેક્ટર લઈને જઇ રહેલા વ્યક્તિએ તેની દરકાર લીધી ન હતી જેથી કરીને હાલમાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

મોરબીના જુદાજુદા વિસ્તારમાંથી કચરાનો નિકાલ કરવા માટે પાલિકા દ્વારા ટ્રેક્ટર દોડાવવામાં આવે છે જેમાં કચરો લઈને ડંપિંગ સાઇટ ઉપર નાખવાનો હોય છે જો કે, અમુક વિસ્તારમાં કતલખાના આવેલ છે તેવા વિસ્તારમાંથી કચરાની સાથે અબોલ જીવના અવશેષોને પણ પાલિકાના કચરાના ટ્રેક્ટરમાં નાખવામાં આવે છે અને આવી જ રીતે અગાઉ પણ એક ટ્રેક્ટરમાંથી થોડા સમય પહેલા અબોલ જીવના અવશેષો રસ્તા ઉપર પડ્યા હતા ત્યાં આજે મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન રોડે અબોલ જીવના અવશેષો પાલિકાના કચરા નિકાલ માટેના ટ્રેક્ટરમાંથી જાહેર રસ્તા ઉપર પડ્યા હતા જેથી તે રોડ ઉપર થી પસાર થતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો 






Latest News