મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

પીએમના શપથ સમયે જ શ્રદ્ધાળુઓની બસ ઉપર આતંકી હુમલો શું સુચવે છે..? : 10 લોકોનાં ઘટનાસ્થળે જ મોત-અનેક ઘાયલ


SHARE













પીએમના શપથ સમયે જ શ્રદ્ધાળુઓની બસ ઉપર આતંકી હુમલો શું સુચવે છે..? : 10 લોકોનાં ઘટનાસ્થળે જ મોત-અનેક ઘાયલ

દેશમાં અવાર-નવા કેટલાક હુમલાઓની ઘટનાઓ સામે આવતી હોય છે. જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો છે. આમાં 10 લોકોનાં મોતના સમાચાર છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ આતંકવાદી હુમલો નવી દિલ્હીમાં પીએમ મોદી અને નવા મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહ દરમિયાન થયો હતો.

હુમલો રિયાસી જિલ્લાના કંદા વિસ્તારમાં થયો હતો. આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો, જેમાં ડ્રાઈવર ઘાયલ થયો અને તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો, જેના કારણે બસ ખાઈમાં પડી હતી. 10 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે કેટલાક લોકો ગોળીઓથી ઘાયલ થયા છે. બસમાં સવાર અન્ય મુસાફરોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.બસ શ્રદ્ધાળુઓને લઈને કટરાથી શિવ ઘોડી મંદિર જઈ રહી હતી. શિવ ઘોડી મંદિર માતા વૈષ્ણો દેવીનો બેઝ કેમ્પ છે.

શપથ ગ્રહણ વચ્ચે હુમલો, આતંક સામે પગલાના દાવા ખોખલા  : કોંગ્રેસ

નવી દિલ્હી: શપથ ગ્રહણ સમારોહના દિવસે જ આતંકીઓ દ્વારા થયેલા હુમલાને લઇને વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને મોદી પર પ્રહાર કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમે હુમલામાં માર્યા ગયેલા પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મોદી (હવે એનડીએ) સરકાર દ્વારા શાંતિ અને સામાન્ય સ્થિતિ લાવવાના દાવા ખોખલા સાબિત થઇ રહ્યા છે. આ હુમલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેટલાક દેશોના મહેમાનો શપથ ગ્રહણ સમારોહમાં પધાર્યા છે. આપણી રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે ઇરાદાપૂર્વક કરવામાં આવેલા અપમાનની અમે સ્પષ્ટ રુપે ટિકા કરીએ છીએ. જે લોકો માર્યા ગયા કે ઘવાયા છે તેમને વધુ વળતર આપવું જોઇએ તેવી માગ કરીએ છીએ. 






Latest News