મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી અદાલત મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત મોરબીના ખાટકીવાસમાં લાયસન્સ ન માટે ત્યાં સુધી કતલખાના બંધ રાખવાની લેખિત બાહેંધરી ન મળે તો મિકલતો કરશે સીલ: ડેપ્યુટી કમિશ્નર ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર
Breaking news
Morbi Today

મોરબી ખાતે વિશ્વ રક્ત દાતા દિવસની ઉજવણી અનુસંધાને અધિકારીઓએ શપથ લીધા


SHARE









મોરબી ખાતે વિશ્વ રક્ત દાતા દિવસની ઉજવણી અનુસંધાને અધિકારીઓએ શપથ લીધા

૧૪ મી જૂન ‘વિશ્વ રક્ત દાતા દિવસ’ની ઉજવણી અનુસંધાને સ્વૈચ્છિક રક્તદાનને મહત્વ આપવા તેમજ રક્ત દાતાઓને પ્રોત્સાહિત કરવા બાબતે મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીના ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે સર્વે અધિકારી દ્વારા રક્તદાન કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતા. દર વર્ષે ૧૪મી જૂનના રોજ ‘World Blood Donor Day’ ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘વિશ્વ રક્ત દાતા દિવસ’ની ઉજવણી  માટે ‘20 Years Of Celebrating Giving Thank You, Blood Donors’ થીમ બનાવવામાં આવી છે. ત્યારે રક્ત દાતાઓનો આભાર વ્યક્ત કરવા તેમજ રક્તદાન માટે સ્વૈચ્છિક રક્તદાનને મહત્વ આપી પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે તમામ સરકારી કચેરીઓમાં સંકલ્પ લેવા માટેના કાર્યક્રમોની સમાંતર મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પણ સંકલ્પ લેવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એસ.જે. ખાચર તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News