મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાઇ મોરબીના આલાપ રોડ ઉપર ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા તંત્રને ૨૪ કલાકનો અલ્ટીમેટમ, પછી પાલિકાના વહીવટદારની ચેમ્બરમાં રામધૂન મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળા અને મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે આપની પદયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE

ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં કાગદડી ગામે થયેલ મારામારી અને લુંટના બનાવમાં ૨૧ વર્ષ બાદ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી હતી અને બાદમાં આ કેસ આરોપી પકડાતા તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.જેને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ છે.

આ કામની ફરીયાદ એવી હતી કે, મોરબીથી રાજકોટ તરફ જતા રોડ ઉપર લુંટ-ઘાડનો પ્લાન બનાવીને ટંકારાથી આગળ હાઈવે રોડ ઉપર કાગદળી ગામ પાસે રાત્રીના દોઢેક વાગ્યે ઉભા હતા ત્યારે તેઓએ ભીની માટીમાં અણીવારા પથ્થરો છુટક રીતે રાખી રોડ ઉપર ખોડેલ હતા અને આ દરમ્યાન તમામ આરોપીઓ બાજુના બાવળની જાળમાં છુપાઈ ગયેલ હતા તેવામાં આ કામના ફરીયાદી ટ્રક ડ્રાઈવર તથા સાહેદ ટ્રક કિલનર ટ્રક લઈને ભુજ તરફ જઈ રહયા હતા ત્યારે કાગદળી ગામના પાટીયા પાસે આ કામના આરોપીઓએ રોડ ઉપર કાળી મેટલના પથ્થરો ખોળી દઈ ઉપર માટી નાખી દઈ ફરીયાદીની ટ્રકને પંચર કરતા ફરીયાદી ડ્રાઇવર તથા સાહેદ ટ્રકના વ્હીલમા થયેલ પંચર માટે વ્હીલ ખોલવા નીચે ઉતરતા જ આરોપીઓ બાવળના લાકડાના ધોકા વડે ફરીયાદી તથા સાહેદને માર મારીનો ધાડ-લુંટ કરી હોય આ બાબતની ભારતીય દંડ સહીંતાની કલમ ૩૨૩, ૩૯૫, ૧૧૪ તથા જી.પી. એકટની કલમ ૩૭(૧), ૧૩૫ વિગેરે હેઠળ ફરીયાદ દાખલ કરવામા આવી હતી.

હાલમા આ કેસમા પોલીસએ આરોપીઓ પૈકીના રમેશભાઈ તોલીયાભાઈ બારીયા જાતે ભીલની ૨૧ વર્ષે ધરપકડ કરી હચી.આ આરોપીએ મોરબીના વકીલ આર.ડી.ચાવડા (રવિ ચાવડા) મારફત ડિસ્ટ્રીક એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ.આ જામીન અરજીની કામગીરીમાં બંને પક્ષોની તમામ દલીલોને અંતે નામ.જિલ્લા અદાલતે આરોપી પક્ષની દલીલો ગાહ્ય રાખીને આરોપી રમેશ ભીલને શરતી જામીન પર મુકત કરતો હુકમ કર્યો હતો.
Latest News