અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર ગામે પેવર બ્લોકના કામ બાબતે સરપંચને મહિલા સહિત ચાર વ્યક્તિઓએ માર માર્યો


SHARE









હળવદના રણમલપુર ગામે પેવર બ્લોકના કામ બાબતે સરપંચને મહિલા સહિત ચાર વ્યક્તિઓએ માર માર્યો

હળવદ તાલુકાના રણમલપુર ગામે પેવર બ્લોકની કામગીરી ચાલુ હતી ત્યારે કામ કરવા બાબતે ગ્રામ પંચાયતના સરપંચ સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને તેઓને જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા આટલું નહીં તેને લાકડી વડે અને છુટા પથ્થરનો ઘા કરીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા સરપંચે દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા અને ખેતી કામ કરતા ગામના સરપંચ પુનાભાઈ દેવાભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (61) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભૌતિકભાઈ રમેશભાઈ પટેલ, રમેશભાઈ મગનભાઈ પટેલ, સુરેશભાઈ દેવકરણભાઈ પટેલ અને શારદાબેન રમેશભાઈ પટેલ રહે. બધા રણમલપુર વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે રણમલપુર ગામે નારાયણ ગોપાલ વાળી શેરીમાં પેપર બ્લોકની કામગીરી ચાલુ હતી તે કામ કરવા બાબતે ફરિયાદી સાથે આરોપીઓએ બોલાચાલી કરી હતી અને ફરિયાદી અનુ. જાતિના હોવાનું જાણતા હોવા છતાં તેને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા અને ગાળો બોલીને શારદાબેને લાકડી વડે તેઓને માર માર્યો હતો તેમજ ભૌતિકભાઇએ છુટા પથ્થરનો ઘા કરીને માર માર્યો હતો. આટલું જ નહીં રમેશભાઈ તથા સુરેશભાઈ પણ તેને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા સરપંચે સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News