મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામે મારામારીના બનાવવામાં બે યુવાની ઇજા થતાં સારવારમાં


SHARE







મોરબીના ટિંબડી ગામે મારામારીના બનાવવામાં બે યુવાની ઇજા થતાં સારવારમાં

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટિંબડી ગામે શ્રી હરિ સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બે યુવાનોને ઈજા તથા સારવાર માટે સરકારી હોસ્પિટલે લઇ જવાયા હતા અને બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ દ્વારા મારામારીના કેસની આગળની તપાસ શરૂ કરી છે

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ટિંબડી ગામે શ્રી હરિ સોસાયટીમાં રહેતા રવિ શીવાભાઈ વાઘેલા (23) અને ટિંબડી ગામના પાટીયા પાસે રહેતા હર્ષ અરૂણભાઇ ચૌહાણ (24) નામના બે યુવાનોને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ મોડી રાત્રીના 12:30 વાગ્યાના અરસામાં થયેલા મારામારીના બનાવમાં ઈજા મામેલ રવિ વાઘેલા અને હર્ષ ચૌહાણને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી આ બનાવની આગળની તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ હેમુભાઈ ગણેશિયા (36) નામના યુવાનને તેઓના વિસ્તાર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. સરાદિયા દ્વારા કરવામાં આવી હતી

મહિલા સારવારમાં
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળી નજીક ખાતે રહેતા સોનલબેન બુધસિંહ ગૌતમ (25) નામની મહિલાને માટીના ઢગલા પાસે ટ્રેક્ટર વાળાએ હડફેટે લેતા તેને પગમાં ઇજા થયેલ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવી હતી






Latest News