ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના ભલગામડામાં ઘેટા બકરા ચરાવવા બાબતે આઠ શખ્સોનો હુમલો: બે મહિલા સહિત ચાર વ્યક્તિને માર માર્યો


SHARE













હળવદના ભલગામડામાં ઘેટા બકરા ચરાવવા બાબતે આઠ શખ્સોનો હુમલો: બે મહિલા સહિત ચાર વ્યક્તિને માર માર્યો

હળવદ તાલુકાના ભલગામડા ગામે ઘેટા બકરા ચરાવવાની બાબતે લઈને બોલાચલી અને ઝઘડા થયો હતો ત્યાર બાદ આઠ શખ્સો દ્વારા પથ્થરના છુટા ઘા કરીને તેમજ લોખંડના પાઇપ, લાકડી અને સોરીયા વડે બે મહિલાઓ સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કરતાં ગણપતભાઈ ઘનશ્યામભાઈ ભાટીયા (32)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નારણભાઈ ઉર્ફે સામતભાઈ મશરૂભાઈ ધ્રાંગીયા, દિનેશભાઈ ટીડાભાઇ ધ્રાંગીયા, લાખાભાઈ ડાહ્યાભાઈ ધ્રાંગીયા, બાબુભાઈ સંગ્રામભાઈ, કરસનભાઈ પબાભાઈ ધ્રાંગીયા, દેવાભાઈ આલાભાઇ ધ્રાંગીયા, વિહાભાઇ જલાભાઈ ધ્રાંગીયા અને પુનાભાઈ ઉર્ફે પુનિયો રાઘવભાઈ ગમારા રહે. તમામ ભલગામડા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદીના કૌટુંબિકભાઈ ઇન્દ્રજીતભાઈ પચાણભાઈ ભાટીયા અને યુવરાજભાઈ પચાણભાઈ ભાટીયા સાથે આરોપી દિનેશભાઈ, નારણભાઈ અને લાખાભાઈને ઘેટા બકરા ચરાવવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો

જેથી નારણભાઈ, દિનેશભાઈ, લાખાભાઈ અને બાબુભાઈએ ફરિયાદી તથા સાહેદોને ગઈકાલે બપોરે પોણા ચારેક વાગ્યાના સુમારે બોલાચાલી અને ઝઘડો કરીને ગાળો આપી હતી અને છૂટા પથ્થરના ઘા કરીને માર માર્યો હતો. ત્યારબાદ કરસનભાઈ, દેવાભાઈ, વિહાભાઈ અને પુનાભાઈ લાકડી, સોરીયુ અને લોખંડના પાઇપ લઈને આવ્યા હતા અને ત્યાં પ્રવીણભાઈને શરીરે માર માર્યો હતો તેમજ સોરીયા વડે આડેધડ માર મારીને માથામાં અને શરીરે ઇજાઓ કરી હતી. તથા ફરિયાદી તેમજ સાહેદ હંસાબેન પચાણભાઈ ભાટીયા અને કોમલબેન યુવરાજભાઈ ભાટિયાને લાકડીઓ મારીને ગડદા પાટુનો માર માર્યો હતો અને ફરિયાદી સહિતનાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઠ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એસ.ડી. સરૈયા ચલાવી રહ્યા છે






Latest News