વાંકાનેરમાં વગર વાંકે વૃદ્ધને ત્રણ શખ્સોએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે શુભ કોર્પોરેટ હબ કોમ્પલેક્ષની દુકાનમાંથી 29 બોટલ દારૂ સાથે ત્રણની ધરપકડ, એકની શોધખોળ


SHARE













મોરબીના મહેન્દ્રનગર પાસે શુભ કોર્પોરેટ હબ કોમ્પલેક્ષની દુકાનમાંથી 29 બોટલ દારૂ સાથે ત્રણની ધરપકડ, એકની શોધખોળ

મોરબીમાં મહેન્દ્રનગરથી ઘૂટું તરફ જવાના રસ્તા ઉપર આવેલ શુભ કોર્પોરેટ હબ નામના કોમ્પલેક્ષમાં આવેલ દુકાન નં. 524 માં દારૂની રેડ કરી હતી ત્યારે દુકાનમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 29 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 9,330 ની કિંમતો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામથી ઘૂટું રોડ ઉપર આવેલ શુભ કોર્પોરેટ હબ નામના કોમ્પલેક્ષમાં દુકાન નં. 524 માં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ચની કુલ બનીને 29 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 9,330 ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને દુકાનમાંથી આરોપી રાજેશભાઈ દલસુખભાઈ અઘારા જાતે પટેલ (28) રહે. સીએનજી પમ્પ સામે મહેન્દ્રનગર મોરબી મૂળ રહે. આસલપર તાલુકો વિંછીયા, રાહુલભાઈ ભરતભાઈ વસાણીયા જાતે પટેલ (25) રહે. ધર્મ મંગલ સોસાયટી મહેન્દ્રનગર મોરબી મૂળ રહે. બગથળા અને દિવ્યેશભાઈ બાબુભાઈ હરસોરા જાતે લુહાર (20) રહે. હાઉસિંગ બોર્ડ ચબૂતરા પાસે મોરબી વાળાઓની ધરપકડ કરી હતી અને તેની પાસેથી મયુરભાઈ અશોકભાઈ બોરાણીયા જાતે કોળી રહે. માથક તાલુકો હળવદ વાળાનું નામ સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

વરલી જુગાર

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા સંજયભાઈ કેશાભાઈ સુરેલા જાતે કોળી (28) રહે. પંચમુખી ઢોરો વિસ્તાર હળવદ વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી 910 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News