મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદમાં મહિલાએ કેનાલમાં પડીને કરેલા આપઘાતના બનાવમાં પતિ સહિત 6 સામે મરવા મજબૂર કરી હોવાનો ગુનો નોંધાયો


SHARE













હળવદમાં મહિલાએ કેનાલમાં પડીને કરેલા આપઘાતના બનાવમાં પતિ સહિત 6 સામે મરવા મજબૂર કરી હોવાનો ગુનો નોંધાયો

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતી મહિલા ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ હતી જેની શોધખોળ કરવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો ન હતી જેથી ગુમ થયેલ મહિલાના પતિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવેલ હતી તેવામાં મહિલાની નર્મદની કેનાલમાંથી લાશ મળી આવી હતી જે બનાવમાં મૃતક મહિલાના પિતાએ તેના જમાઈ સહિત કુલ મળીને 6 સામે દીકરીને ચારિત્ર્યની શંકા કરીને મારકૂટ કરીને મારવા મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતા મંજુલાબેન મનોજભાઈ પરમાર (26) ગુમ થયા હતા જેથી તેની પતિ મનોજભાઈ વાલજીભાઈ પરમારે ગુમસુધા ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું છે કે, ગત તા. 20/6 ના રોજ બપોરે 12.15 વાગ્યાના અરસામાં તેઓના પત્ની ઘરે કોઈને કશું કહ્યા વગર ચાલ્યા ગયેલ છે ત્યાર બાદ તે મહિલાની શનિવારે નર્મદાની કેનાલમાંથી લાશ મળી આવી છે જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતો.

જે બનાવવા મૃતક મહિલાના પિતા જયંતીભાઈ કાળુભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (50) રહે. રાવળીયાવદર તાલુકો ધાંગધ્રા વાળાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાલજીભાઈ અરજણભાઈ પરમાર, મનોજભાઈ વાલજીભાઈ પરમાર, કેશાભાઈ વાલજીભાઈ પરમાર, વાલીબેન વાલજીભાઈ પરમાર, હંસાબેન વાલજીભાઈ પરમાર અને રાજુભાઈ કરસનભાઈ પરમાર રહે. બધા આંબેડકર નગર હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે.

જેમાં મૃતકના પિતાએ જણાવ્યું છે કે તેમની દીકરી મંજુલાબેન (26) ઉપર આરોપીઓએ ચરિત્ર બાબતે ખોટો શંકા વહેમ રાખીને મેણાટોણાં મારી ખોટી ચડામણી કરી હતી અને ફરિયાદીના જમાઈ મનોજભાઈ પરમારે તેની દીકરી સાથે મારજુડ કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો અને અસહ્ય ત્રાસ આપીને તેની દીકરીને મરવા મજબૂર કરી હતી જેથી હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ 306, 498 (એ), 323, 114 (બી.એન.એસ. કલમ 108, 85, 115 (2)મ 54 )  મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News