વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરમાં ઘૂસીને દંપતી ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં ચાર મહિલા સહિત નવ આરોપીની ધરપકડ


SHARE







વાંકાનેરમાં ઘરમાં ઘૂસીને દંપતી ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં ચાર મહિલા સહિત નવ આરોપીની ધરપકડ

વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા યુવાનને તે વિસ્તારમાં રહેતા શખ્સની સાથે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને છ થી વધુ શખ્સો તે યુવાનના ઘરે પાઇપધોકા અને છરી જેવા હથિયાર લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનના માતા-પિતાને હુમલો કરીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા આધેડે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યાની કોશિશરાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે ચાર મહિલા સહિત કુલ મળીને નવ આરોપીઓને પકડીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે

વાંકાનેરમાં રમણીકભાઈની વાડી વિસ્તાર કુંભારપરામાં રહેતા નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (50) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કૌશિકભાઈ ધીરુભાઈ રાઠોડકુલદીપભાઈ કાળુભાઈ રાઠોડટીપુભાઈ કાળુભાઈ રાઠોડ રહે. બધા આંબેડકરનગર વાંકાનેર તથા તેની સાથે આવેલા અજાણ્યા માણસોની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદીના દીકરા પ્રભાતભાઈ અને આરોપીના સંબંધી જીવણભાઈ વચ્ચે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને આરોપીઓ પાઇપધોકા અને છરી જેવા હથિયાર લઈને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ઘરમાં પ્રવેશ કરીને ફરિયાદી તથા સાહેદ નયનાબેનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જીવલેણ હુમલો કર્યો હતો

ત્યારે આરોપી કૌશિકભાઇએ લોખંડના પાઈપથી ફરિયાદી અને નયનાબેનને માથાના ભાગે માર મારીને ગંભીર જીવલેણ ઇજા કરી હતી અને બાકીના આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને લાકડી વડે શરીરે આડેધડ માર માર્યો હતો જેથી ફરિયાદીને બંને હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી અને ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છૂટા પથ્થરના ઘા મારી ઇજાઓ કરી હતી જેથી ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાની કોશિશરાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હાલમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા આ ગુનામાં આરોપી રોહિત દેવાભાઈ ઉર્ફે કાળુભાઈ રાઠોડ (25), સંદીપ ઉર્ફે ટીપુ દેવાભાઈ ઉર્ફે કાળુભાઈ રાઠોડ (25), સોમાભાઈ હરિભાઈ રાઠોડ (54), કુલદીપભાઈ દેવાભાઈ ઉર્ફે કાળુભાઈ રાઠોડ (23), કુંવરબેન ધીરુભાઈ રાઠોડ (58), લીલાબેન કેશાભાઈ રાઠોડ (60) રહે. બધા આંબેડકરનગર તેમજ રાહુલ ઓઢાભાઈ વાઘેલા (29), હીરાબેન ઓઢાભાઈ વાઘેલા (40) અને સેજલ ધવલભાઈ વાઘેલા (24) રહે. ત્રણે રોયલ પાર્ક વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાની માહિતી પોલીસ પાસેથી જાણવા મળે છે






Latest News