વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે ઘરમાંથી સોનાના દાગીના-રોકડની ચોરી: જાણ ભેદુએ ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતા


SHARE







ટંકારાના સજનપર ગામે ઘરમાંથી સોનાના દાગીના-રોકડની ચોરી: જાણ ભેદુએ ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતા

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા વ્યક્તિના ઘરમાંથી સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ વ્યક્તિ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જેથી પોલીસે ચોરીની આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે થઈને તપાસ શરૂ કરી છે.

મોરબી જિલ્લામાં આવતા ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા મકાન ધરાવતા અને હાલમાં મોરબીમાં રહેતા હર્દિકભાઇ માધવજીભાઈ ભૂતના ઘરની અંદરથી સોનાના દાગીના તથા રોકડ રકમની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને તેમના કાકા ચંદુભાઈ પટેલ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની આ ઘટના બાબતે જાણ કરવામાં આવી હતી અને હાર્દિકભાઇની અરજી ફરિયાદ આપવામાં આવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓના ઘરમાંથી સોનાની ત્રણ વીંટી, સોનાનો એક પટ્ટો, ચેઇન, બુટી તથા અન્ય ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા આમ કુલ મળીને અંદાજે એકાદ લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થયેલ છે જેથી કરીને પોલીસે લેખિત અરજી ફરિયાદ લઈને આગળની તપાસ શરૂ કરેલ છે વધુમાં ગામમાં થતી ચર્ચા મુજબ હર્દિકભાઇ ભૂતના રહેણાંક મકાનની અંદર કરવામાં આવેલ ચોરીની ઘટનામાં કોઈ જાણ ભેદુ જ સંડોવાયેલ હોય તેવી શક્યતા છે જેથી કરીને પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.






Latest News