શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના વવાણીયા ખાતે શ્રીમદ રાજચંદ્ર વિદ્યા મંદિર વવાણીયામાં કન્યા કેળવણી મહોત્સવ-પ્રવેશોત્સવ યોજાયો


SHARE









મોરબીના વવાણીયા ખાતે શ્રીમદ રાજચંદ્ર વિદ્યા મંદિર વવાણીયામાં કન્યા કેળવણી મહોત્સવ-પ્રવેશોત્સવ યોજાયો

મોરબી જિલ્લાના વવાણીયા ખાતે આવેલી શ્રીમદ રાજચંદ્ર વિદ્યા મંદિર વવાણીયામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ યોજાયો હતો.જેમાં વવાણીયા ગામની કુલ 4 શાળા (વવાણીયા તાલુકા શાળા અને વવાણીયા કન્યા શાળા, શ્રીમદ રાજચંદ્ર માધ્યમિક શાળા વવાણીયા, ઉચ્ચતર માધ્યમિક શાળા વવાણીયા) અને લક્ષ્મીવાસ પ્રા.શાળા સહિત સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બાલવાટિકા અને ધોરણ-1 અને ધોરણ 9 અને 11 નાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે દર્શનભાઈ ડી.દેસાઈ ઉપસચિવ-પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ-ગાંધીનગર અને સીઆરસી કો-ઓર્ડિનેટર (ખાખરેચી) ગઢીયા જયેશભાઈ, વવાણીયા ગ્રામના સરપંચ રાજાભાઈ, લક્ષ્મીવાસના સરપંચ પ્રાણજીવનભાઇ, શાળામાં સ્કૂલબેગ અને સ્ટેશનરીના દાતા એવા મહેન્દ્રભાઈ શાહ, દિલીપભાઈ મહેતા, આનંદભાઈ પલરેચ્છા, નરેશભાઈ હુબલીવાળા અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રવેશોત્સવમાં ગામનાં વાલીઓ અને બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.સ્કુલ મેનેજમેન્ટ કમિટિનાં સભ્યોએ પણ હાજરી આપી હતી.ગત વર્ષમાં સારું પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.સરકારની નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના જેવી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ બાળકોને શાળા પરિવાર અને દાતા દ્વારા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.ગામની  આંગણવાડી કેન્દ્રોનાં બાળકો, બાલ વાટીકા અને ધોરણ 1 ,ધોરણ 9 અને 11 મા પ્રવેશ મેળવનાર કુમાર અને કન્યાઓને, સ્કૂલ બેગ અને સ્ટેશનરીની વસ્તુઓ  આપી સ્વાગત કરાયું હતુ. આ પસંગે ઉપસ્થિત ઉપ સચિવ દર્શનભાઈ દેસાઈએ પ્રેરક ઉદબોધન કર્યું હતું.ઊપરાંત શાળામાં વૃક્ષારોપણ તથા અંતમાં આભાર વિધિ શાળાના શિક્ષક દ્વારા કરવામાં આવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં તમામ શિક્ષકોએ પૂરી મહેનત કરી હતી.






Latest News