મોરબી જીલ્લામાં બે દિવસમાં ગેરકાયદે ખનીજની હેરફેરી કરતાં પાંચ વાહનો પકડ્યા: લાખોનો મુદામાલ સીઝ
મોરબીના જાંબુડીયા ગામે પાનની દુકાનમાંથી નશાકારક કફ સીરપની 52 બોટલ પકડાઈ, તપાસ શરૂ
SHARE







મોરબીના જાંબુડીયા ગામે પાનની દુકાનમાંથી નશાકારક કફ સીરપની 52 બોટલ પકડાઈ, તપાસ શરૂ
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામ પાસેના સર્વિસ રોડ નજીક આવેલ પાનની દુકાનમાં નશાકારક કફ સીરપનું વેચાણ થઈ રહ્યું છે.તેવી બાતમીના આધારે એલસીબીના સ્ટાફે ત્યાં રેડ કરતા દુકાનમાંથી નશાકારક પીણા તરીકે ઉપયોગમાં લેવાતી કફ સીરપની 52 બોટલો મળી આવી હતી જેથી હાલ દુકાનદાર સામે ધોરણસરની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
મોરબી એલસીબી તેમજ તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામ પાસે સર્વિસ રોડ નજીક આવેલ જય દ્વારકાધીશ નામની પાનની દુકાન ખાતે નશાકારક કફ સીરપનું વેચાણ થાય છે. તેવી ખાનગી બાતમી પોલીસને મળી હતી.જેના આધારે ત્યાં રેડ કરવામાં આવતા ઉપરોક્ત દુકાન ધારક કમલેશ સેલાભાઈ સોરિયા ભરવાડ (30) રહે. જાંબુડીયા ધર્મસિધ્ધી સોસાયટી તા.મોરબી મૂળ કોઠારીયા (જડેશ્વર) તા.વાંકાનેર ની પાનની દુકાનમાંથી નશાકારક કફ સીરપની 52 બોટલો મળી આવી હતી.જેથી હાલમાં રૂપિયા 5200 ની કિંમતની ઉપરોક્ત બોટલો જપ્ત કરવામાં આવી હતી.કમલેશ ભરવાડએ જીગ્નેશ ઉર્ફે જગાભાઈ રહે.વાંકાનેર વાળાની પાસેથી ઉપરોક્ત બોટલો મંગાવીને વેચાણ અર્થે પોતાની પાનની દુકાનમાં રાખી હોવાની બાબત ધ્યાનમાં આવતા હાલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે નોંધ કરવામાં આવી છે.જેની આગળની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડી.ડી.જોગેલાને સોંપવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
વાહન અકસ્માતમાં યુવાન ઈજાગ્રસ્ત
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા રવિ દેવશીભાઈ સુરેલા નામના 26 વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં બનાવમાં ઇજાઓ થતા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.સીરવાર બાદ બોસ્પીટલ દ્રારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા તપાસ ચાલવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે, રવિ સુરેલા બાઈક લઈને મોરબીના પાનેલી-રફાળેશ્વર રોડ ઉપરથી જતો હતો ત્યાં મેલડી માતાના મંદિર પાસે તેનું બાઈક અન્ય મોટરસાયકલ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં તેને ઇજાઓ પહોંચી હતી જેથી સારવારમાં ખસેડાયો હતો.
યુવાન સારવારમાં
મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા લક્ષ્મણ રણછોડભાઈ કલોત્રા નામના 25 વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.વધુમાં તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે લીલાપર ગામના ગેઇટ પાસેથી તે બાઈકમાં જતો હતો.ત્યારે બાઈક સહિત નીચે પડી જતા અકસ્માતના બનાવમાં તેને ઇજાઓ થઈ હતી. જેથી સારવારમાં ખસેડાયો હતો.બનાવ અંગે નોંધ થતા બીટ વિસ્તારના જમાદાર સબળસિંહ સોલંકી દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
ફીનાઇલ પી લેતા સારવારમાં
મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામ નજીક આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા નરેશ વીરજીભાઈ વાઘેલા નામના 26 વર્ષના યુવાને કોઈ કારણોસર તેના ઘરે ફિનાઇલ પી લેતા તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો તેમ તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે. બનાવના કારણ અંગે તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
