મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકળામણના લીધે અજુગતુંપગલું ભરી લેતા આધેડનું મોત


SHARE







મોરબીમાં આર્થિક સંકળામણના લીધે અજુગતુંપગલું ભરી લેતા આધેડનું મોત

મોરબીના સામાકાંઠે આવેલ માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતા આધેડે તેઓના ઘરે અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત નિપજયુ હતું અને બનાવને પગલે મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો.બનાવની પોલીસને જાણ થતા પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી.જેમાં સામે આવ્યુ હતુ કે આર્થિક કારણોસર આધેડે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું અને તેના લીધે તેમનું મોત થયેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે સોઓરડીની પાછળ આવેલ માળીયા-વનાળીયા સોસાયટીમાં રહેતા મોહનભાઈ રવજીભાઈ સોલંકી નામના ૪૯ વર્ષના આધેડએ તેમના ઘરે ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો.જેથી તેમના ડેડબોડીને તેમનો દીકરો નિલેશભાઇ સોલંકી પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યો હતો.હોસ્પિટલ ખાતે પીએમની વિધિ શરૂ કરવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.બનાવની પોલીસને જાણ થતા સ્ટાફના હિતેશભાઈ મકવાણ તપાસ માટે પહોંચ્યા હતા.તેઓએ કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક મોહનભાઈ સોલંકી છૂટક મજૂરી કામ કરતા હતા જોકે મજૂરી કામ બરોબર મળતું ન હોય આર્થિક સંકળામણ રહેતી હતી. જેથી કરીને તેઓએ આર્થિક કારણોસર ઉપરોક્ત પગલું ભરી લેતા તેમનું મોત નિપજેલ છે.

ઇલેક્ટ્રીક શોટથી ભેંસનુ મોત

મોરબીના વીસીપરામાં વીજ થાંભલા પાસે ઇલેક્ટ્રીક શોટ લાગવાથી ભેંસનું મોત નીપજ્યું હતું.આ બાબતે મોરબીના વીસીપરા બિલાલી મસ્જિદ મદીના સોસાયટી પાસે આવેલ કુલીનગર વિસ્તારમાં રહેતા ઝુબેદાબેન ગુલામહુસેનભાઇ (૪૫) એ પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે, વીસીપરા અમરેલી રોડ ઉપર આવેલ સીટીઝન કારખાના પાસે થાંભલા નજીક ગત તા.૨૮-૬ ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેઓની ભેંસ ઉભી હતી.ત્યારે થાંભલાને અડી જતા શોટ લાગવાથી ભેંસનું મોત થયુ હતું.હાલ આ બાબતે પોલીસમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News