મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ


SHARE









મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ

મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને યુવાન ઉપર છરી, પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે યુવાનને છરીના ઘા માર્યા હતા તથા તેની સાથે તેના મિત્રને પાઇપ અને ધોકા વડે માર મારવામાં આવતા ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને સારવાર લીધા બાદ હાલમાં યુવાને પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વજેપર શેરી નં. 11 માં ચંદુભાઈના ડેલા પાસે રહેતા રોહિતભાઈ જગદીશભાઈ બાંભણિયા (19)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જગદીશભાઈ ઉર્ફે જગો સુરેશભાઈ થરેસા રહે. વજેપર, દીપ ગણેશભાઈ રાવલ રહે. વજેપર, જીગ્નેશ ભીમાભાઇ રહે. વજેપર, જયપાલસિંહ ઝાલા રહે. શિવ સોસાયટી મોરબી અને સાહિલ મુન્નાભાઈ જાદવ રહે . કાલિકા પ્લોટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના વજેપર વિસ્તારમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે આવેલા ઓટલા ઉપર ફરિયાદી તેના મિત્ર સાથે બેઠો હતો ત્યારે આરોપી જગદીશને ફરિયાદીના મિત્ર સાથે જુનો ઝઘડો ચાલતો હોય જે બાબતનો ખાર રાખીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યાર બાદ જગદીશ અને દીપ દ્વારા છરી વડે ફરિયાદી ઉપર હુમલો કરીને તેને વાસા અને સાથળના ભાગે છરીના ઘા માર્યા હતા તો જયપાલસિંહ ઝાલાએ લાકડાના ધોકા વડે ફરિયાદીને પગના ભાગે માર માર્યો હતો જીગ્નેશ, જયપાલ અને સાહિલે ફરિયાદી તથા સાહેદને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ દીપે સાહેદ વિશાળને પાઇપ વડે માર માર્યો હતો અને ફરિયાદી તેમજ સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News