મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા

મોરબીના સનાળા ગામે આવેલ સરકારી સ્કૂલની બાજુમાં લીમડાના ઝાડ નીચે જુગાર રમતા હોવાની હકીકત આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એક મહિલા સહિત કુલ છ વ્યક્તિઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 51,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના શનાળા ગામે સરકારી સ્કૂલની બાજુમાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નરશીભાઈ ભીખાભાઈ આંબલીયા (50), સંજયભાઈ નરશીભાઈ આંબલીયા (30), હિરેનભાઈ કાંતિભાઈ સોલંકી (20), મુકેશભાઈ અશોકભાઈ ઓગાણિયા (25), વિશાલભાઈ ભુપતભાઈ ઓગણીયા (21) અને રાધાબેન રાજેશભાઈ સોલંકી (40) રહે. બધા સનાળા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 51,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર

મોરબીના લીલાપર ગામ નજીક મચ્છુ નદીના પુલ પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલીનો જુગાર રમતા થોભણભાઈ બીજલભાઈ ઝંઝવાડીયા (35) રહે. નીલકમલ સોસાયટી લીલાપર રોડ મોરબી વાળો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી 220 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News