મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE









મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં બાઈક લઈને જઇ રહેલા યુવાનને ગંભરી ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે

મૂળ એમપીના રહેવાસી મોહનભાઈ હન્નાભાઈ પરમાર (45) નામનો યુવાન બાઇક લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ શ્યામ માઇક્રોન નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં મોહનભાઈ પરમારને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરી છે. વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાનનો દીકરો ખાખરાળા ગામ પાસે રહેતો હતો અને પીપળીયા ચાર રસ્તા પાસે કામ કરતો હતો ત્યા મોહનભાઈ પરમાર તેને મળવા માટે જતાં હતા ત્યારે ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નીપજયું છે.




Latest News