મોરબીના ખાખરાળા ગામે યુવાનની નિર્મમ હત્યા કરનાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મંજુર મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત મોરબી મહાપાલિકાના અગ્નિશમન વિભાગના સ્ટાફે હોસ્પિટલ, શાળા અને હોટલના સ્ટાફને આપી તાલીમ વાંકાનેરના જોધપર ગામે માલ ઢોર રોડ સાઇડમાં લેવા માટે યુવાને ટ્રેક્ટરનું હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ કર્યો ધારિયા, લાકડી અને પાઇપ વડે હુમલો ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો ટંકારા તાલુકાનાં મિતાણા પાસેથી કારની ચોરી કરનાર રાજસ્થાની રીઢો ચોર પકડાયો: 6.35  લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો
Breaking news
Morbi Today

મોરબીમાં ધંધાનો ખાર રાખીને યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ


SHARE















મોરબીમાં ધંધાનો ખાર રાખીને યુવાનની હત્યાના પ્રયાસના ગુનામાં પાંચ આરોપીઓની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ

મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર સિંધુભવન પાસે પાર્ક કરેલી સ્વિફ્ટ ગાડીમાં ફિલ્મી સ્ટંટ કરતા હોય તે રીતે ધડાકાભેર સ્કોર્પિયો ગાડી પાછળ અથડાવવામાં આવી હતી અને ત્યારબાદ વારંવાર સ્કોર્પિયો ગાડી સ્વિફ્ટ ગાડીમાં અથડાવી હતી અને તે ગાડીમાં બેઠેલા વ્યક્તિઓની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે ગુનામાં પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને નોનવેજના ધંધાનો ખાર રાખીને હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવેલ છે

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર સિંધુભવન પાસે યુવાન તેના મિત્રોની સાથે પોતાની સ્વિફ્ટ ગાડી નંબર જીજે 36 એએફ 8150 લઈને ઊભો હતો ત્યારે આમદ કાસમ કટિયાએ પોતાની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એફ 4143 લઈ આવીને પાછળથી સ્વિફ્ટ ગાડીમાં ધડાકાભેર અથડાવી હતી અને ત્યારબાદ સ્વિફ્ટ ગાડીમાં બેઠેલ વ્યક્તિઓને મારી નાખવાના ઇરાદે વારંવાર સ્વીફ્ટ ગાડી ઉપર સ્કોર્પિયો ગાડી અથડાવી હતી. જે બનાવમાં મોરબીના લાતી પ્લોટ જોન્સનગર શેરી નં-10 માં રહેતા અને મુરઘી વેચાણનો ધંધો કરતા મુસ્તાકભાઈ કાસમભાઈ સંધવાણી જાતે મિયાણા (27)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આમદ કાસમ કટીયા સહિત પાંચ સામે નામ જોગ ફરિયાદ નોનદહેવલ હતી જે પાંચેય આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે.

હાલમાં જે આરોપીને પકડવામાં આવ્યા છે તેમાં મુખ્ય આરોપી આમદ કાસમ કટીયા, અકબર ઉર્ફે અકુકાસમભાઇ કટીયા, વસીમ યુનુશભાઇ સેડાત અને જુસબ દિલાવરભાઇ માણેક રહે. ચારેય વીસીપરા મોરબી તેમજ ફિરોજ સુલેમાન માલાણી રહે. વાવડી રોડ મોરબી વાળાનો સમાવેશ થાય  છે અને ફરિયાદ મુસ્તાકભાઈ કાસમભાઈ સંધવાણીને આરોપી આમદ કાસમ કટીયા સાથે મોરબીના ઊંચી માંડલ ગામ પાસે નોનવેજની લારી બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયેલ હતો જેનો ખાર રાખીને આમદ કાસમ કટીયાએ પોતાની સ્કોર્પિયો ગાડી ફરિયાદીની ગાડી ઉપર ચડાવીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેવી માહિતી ડિવાયએસપી પી.એ.ઝાલાએ પત્રકાર પરિષદમાં આપી હતી. આટલું જ નહીં આરોપીઓએ તેની ગાડીમાંથી નીચે ઉતરીને હથિયાર વડે સ્વિફ્ટ ગાડી ઉપર હુમલો પણ કર્યો હતો જેમાં ફરિયાદી તથા તેના મિત્ર જુસબભાઈ ગફુરભાઈ જામ અને સુલતાન સુલેમાન સુમરાને ઇજા થતાં સારવારમાં લઈને આવ્યા હતા.

સામાન્ય રીડે ફિલ્મોમાં માર ધાડના સિનનું શૂટિંગ કરતાં સમયે કાર સાથે કાર અથડાતી હોય છે આવા જ દ્રશ્યો થોડા દિવસો પહેલા મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર ટ્રાફિક હતો ત્યારે સર્જાયા હતા અને આરોપીએ પોતાની ગાડી સિંધુભવન પાસે પાર્ક કરેલી સ્વિફ્ટ ગાડીમાં પાછળ અથડાવી હતી તે ઘટનામાં જો કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો હોત તો ? હાલમાં આ કેસની તપાસ કરી રહેલ મહિલા પીએસઆઇ પી.આર. સોનારા અને તેની ટીમે પાંચ આરોપીઓને ઝડપી લીધેલ છે અને તેની પાસેથી ધોકા પાઇપ વિગેરે હથિયાર પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે. અને આરોપીઓના રિમાન્ડ લેવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.






Latest News