મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના રાજપર પીએચસી ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઇ


SHARE









મોરબીના રાજપર પીએચસી ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઇ

મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવેના સુચન તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપરના મેડિકલ ઓફિસર ડો. હિરલ સનારિયા અને સુપરવાઈઝર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપરના તમામ આયુષ્માન આરોગ્ય મંદિરના ખાતે વિશ્વ વસ્તી દિવસ 2024 ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત “વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન” અંતર્ગત કુટુંબ નિયોજન અંગે જનજાગૃતિ લાવવા માટે પુખ્ત વયની ઉમરે લગ્ન કરવા, બે બાળકોના જન્મો વચ્ચે 3 વર્ષનું અંતર રાખવું, કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ વગેરે બાબતોની જન જાગૃતિ માટે વિવિધ શિબિરો અને સ્પર્ધાઓ યોજાઈ હતી. આ ઉજવણીને સફળ બનાવવા ટીમ રાજપરના તમામ આયુષ્માન આરોગ્ય મંદિરના સીએચઑ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ એ જહેમત ઉઠાવી હતી.




Latest News