મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામના યુવાને વ્યાજખોરોને 10 લાખની સામે 80 લાખ ચુકવ્યા છતાં પાંચ લાખની પઠાણી ઉઘરાણી !


SHARE





માળીયા (મી)ના સરવડ ગામના યુવાને વ્યાજખોરોને 10 લાખની સામે 80 લાખ ચુકવ્યા છતાં પાંચ લાખની પઠાણી ઉઘરાણી !

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે રહેતા યુવાને બે શખ્સ પાસેથી પાંચ-પાંચ લાખ રૂપિયા 10 ટકાના વ્યાજ લેખે લીધા હતા જેની સામે યુવાને આરોપીઓને 80 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. તેમ છતાં પણ વ્યાજખોરો દ્વારા યુવાન પાસેથી વધુ પાંચ લાખ રૂપિયા પડાવવા માટે થઈને તેને વ્હોટસએપ કોલ કરીને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે હાલમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે. જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના સરવડ ગામે રહેતા અવિભાઈ અમૃતભાઈ લોદરીયા જાતે પટેલ (23)એ હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિરમભાઈ હમીરભાઈ કરોતરા રહે. શક્ત સનાળા, કિશનભાઇ ઉર્ફે દુષ્યંતભાઈ મહેશભાઈ અજાણા રહે. શક્ત શનાળા તથા પ્રવીણભાઈ રબારી રહે ખાનપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેણે વિરમભાઈ અને કિશનભાઇ પાસેથી પાંચ-પાંચ લાખ રૂપિયા 10 ટકાના વ્યાજ લેખે લીધેલ હતા અને તેની સામે ફરિયાદી યુવાને અત્યાર સુધીમાં બંને વ્યાજખોરને 80 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધેલ છે.

છતાં ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા વધુ પાંચ લાખ રૂપિયા પડાવવા માટે થઈને ફરિયાદીના ફોનમાં વ્હોટસએપ કોલ કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. અને વધુ પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવે છે. જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News