હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે સીસીરોડની કામગીરી ગોકળગતિએ થતી હોય લોકોએ કર્યો ચક્કજામ


SHARE









મોરબીના પંચાસર રોડે સીસીરોડની કામગીરી ગોકળગતિએ થતી હોય લોકોએ કર્યો ચક્કજામ

મોરબીના પંચાસર રોડ ઉપર હાલમાં સીસી રોડ બનાવવા માટેની કામગીરી કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવી છે જોકે કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળગતિએ કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને તે વિસ્તારમાં રહેતા લોકો તેમજ વેપારીઓ સહિતના ત્રાહિમામ પોકારી ગયા છે અને આજે સવારે સ્થાનિક લોકો દ્વારા પંચાસર રોડ ઉપર રસ્તો બંધ કરી દેવામાં આવતા વાહનોના થપા લાગી ગયા હતા અને સ્થળ ઉપર એકત્રિત થયેલા લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળગતીએ કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં પરંતુ જે સિંગલ સાઈડ એક રસ્તો હાલમાં ચાલે છે તે રસ્તા ઉપર પણ ગટરના ઢાંકણા ખુલ્લા છે જેથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ છે અને આ બાબતે અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆતો કરવામાં આવી છે તેમજ ધારાસભ્ય સુધી રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ તે વિસ્તારમાં આજની તારીખે કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળગધીએ જ કામગીરી કરવામાં આવી રહી છે અને જે દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવતા નથી અને ગટરના ઢાંકણા નથી ત્યાં ઢાંકણા મુકવા માટેની કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા નકકર કાર્યવાહી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપથી કામગીરી થાય તે માટે થઈને આજરોજ સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો




Latest News