મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વેની કામગીરી શરૂ: સહકાર આપવા નગરજનોને અપીલ મોરબી મહાપાલિકાની હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લિયરન્સ સમિતિના ચેરમેને લાભાર્થીઓ સાથે કરી રૂબરૂ મુલાકાત મોરબીની માળિયા વનાળિયા સોસાયટીના મેઇન રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવા ભાજપના આગેવાનની માંગ મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા પશુપાલકોની મુશ્કેલીઓ દૂર કરવા મુખ્યમંત્રીને 10 મુદ્દાની કરાઇ રજૂઆત નાથદ્વારા સુધીની પદયાત્રાએ નીકળેલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની મોરબી જીલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયાના આશીર્વાદ લીધા વાંકાનેરના વાલાસણ ગામની સીમમાં વાડીના મકાનમાંથી 20.17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં છોકરાની રમવાની બાબતમાં મોટા વચ્ચે બઘડાટી બોલી ગઈ, મહિલાને ચાર વ્યક્તિઓએ માર મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ વાંકાનેરના કેરાળા ગામે રહેતા યુવાનનો મોબાઇલ ફોન હેક કરીને અજાણ્યા શખ્સે 98000 નું કર્યું ટ્રાન્જેક્શન !
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વેની કામગીરી શરૂ: સહકાર આપવા નગરજનોને અપીલ


SHARE











































મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વેની કામગીરી શરૂ: સહકાર આપવા નગરજનોને અપીલ

મોરબી શહેરના સર્વાંગી અને સુઆયોજિત વિકાસને વધુ ગતિ આપવા માટે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM), ગાંધીનગર દ્વારા મોરબી શહેરમાં “અર્બન એટલાસ” પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટના અમલીકરણ માટે અમનેક્ષ ઇન્ફૉટેકનૉલોજિસ પ્રા.લી. ની નિમણૂક કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મોરબી શહેરની વર્તમાન શહેરી પરિસ્થિતિ, મિલકતો, જાહેર ઉપયોગિતાઓ તથા વિવિધ શહેરી સંપત્તિઓ અંગેની ચોક્કસ અને GIS આધારિત ડિજિટલ માહિતી તૈયાર કરી, ભવિષ્યના શહેરી આયોજન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે મજબૂત ડેટાબેઝ ઊભો કરવાનો છે. આ સર્વે કામગીરી દરમિયાન અમનેક્ષ ઇન્ફૉટેકનૉલોજિસ પ્રા.લી. ના અધિકૃત સર્વે કર્મચારીઓ તથા ડ્રોન સર્વે ટીમ મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં કામગીરી કરશે. સર્વે ટીમના અધિકૃત કર્મચારીઓ પાસે કંપની દ્વારા આપવામાં આવેલ અધિકૃત ઓળખપત્ર (ID Card) રહેશે. અને સર્વે ટીમ શહેરના જે વિસ્તારમાં કામગીરી કરતી હોય ત્યાં તેમને જરૂરી સહકાર લોકો દ્વારા આપવામાં આવે તે જરૂરી છે.

આ કામગીરી અનુસંધાને સર્વેયર દ્વારા જરૂરિયાત મુજબ સર્વે કામગીરી માટે મિલકત સંબંધિત સામાન્ય અને જરૂરી માહિતી માંગવામાં આવી શકે છે. આવી કામગીરી દરમિયાન નાગરિકો દ્વારા આપવામાં આવતી માહિતીનો ઉપયોગ પ્રોજેક્ટના અધિકૃત હેતુઓ માટે જ કરવામાં આવશે. પ્રોપર્ટી સર્વે માટે સર્વેયર આવે ત્યારે જરૂરી દસ્તાવેજો અગાઉથી જોઈ-તપાસીને પોતાની પાસે તૈયાર રાખવા માટે મોરબી શહેરના તમામ નાગરિકોને સરકાર વતી વિનંતી કરવામાં આવે છે. આ ઉપરાંત, સર્વેયર દ્વારા મિલકતના ઘરનો ફોટો તથા વીડિયો લેવામાં આવશે, તેમજ મિલકતનો પુરાવો: દસ્તાવેજ, રાજ્ય લેખ, સરકારી સનદ, ઘરવેરાની પહોંચ (હાઉસ ટેક્સ રિસીપ્ટ), લાઇટ બિલ (ઇલેક્ટ્રિક બિલ) લેવામાં આવશે. અને આ પ્રોપર્ટી સર્વે તદ્દન નિઃશુલ્ક છે. કોઈપણ સર્વેયર ફી કે કોઈપણ પ્રકારનો ચાર્જ માંગે તો તાત્કાલિક મોરબી મહાનગરપાલિકાને જાણ કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવેલ છે.






















Latest News