હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સીલીકોસીસના પીડિતો માટે શું પગલાં લેવાશે તેનો રીપોર્ટ માંગવામાં આવ્યો


SHARE









મોરબીમાં સીલીકોસીસના પીડિતો માટે શું પગલાં લેવાશે તેનો રીપોર્ટ માંગવામાં આવ્યો

મોરબી જિલ્લામાં ૫ વ્યક્તિ સીલીકોસીસથી મ્રુત્યુ પામ્યા છે જો કે, તેઓને વળતર મળેલ નથી અને હાલમાં ૨૫ જેટલા સીલીકોસીસ બીમારીથી પીડાઈ રહ્યા છે તો પણ તેઓને કોઈ મદદ મળી રહી નથી તે બાબત ત્યારે પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) દ્વારા માનવ અધીકાર પંચ સમક્ષ ગત ફેબ્રુઆરી મહીનામાં ફરિયાદ કરવામાં આવેલ છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)ની બેઠકમાં સીલીકોસીસની ફરીયાદ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અને ઔધ્યોગિક સલામતી અને આરોગ્યને ૬ અઠવાડિયામાં આ બાબતે પોતાનો અહેવાલ રજુ કરવા જણાવ્યું છે. અને પંચે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને પણ છ અઠવાડિયાની અંદર આ બાબતે લેવામાં આવેલ પગલાં બાબતનો અહેવાલ રજુ કરવા વધુ એક તક આપી છે. હવે ઔધ્યોગીક સલામતી અને આરોગ્ય વીભાગે હવે મોરબીમાં સીલીકોસીસ અટકાવવા માટે પોતે લીધેલા પગલાં અને તેમાં મળેલ ઘોર નિષ્ફળતાના કારણો પંચને જણાવી આગામી દીવસોમાં આ બાબત શું કરવાના છે તેની વીગત આપવા માટે સીલીકોસીસ પીડિત સંઘની યાદીમાં જણાવ્યું છે.




Latest News