મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં મહેશ્વરીબેન પી.અંતાણીએ ભારતીય શાસ્ત્રીય  નૃત્ય ભરતનાટ્યમમાં વિશારદની હેટ્રીક મારી


SHARE









મોરબીમાં મહેશ્વરીબેન પી.અંતાણીએ ભારતીય શાસ્ત્રીય  નૃત્ય ભરતનાટ્યમમાં વિશારદની હેટ્રીક મારી

સખત પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી હોતો અને  શીખવા માટેની કોઈ જ ઉમર નથી હોતી, એ વાત  ૬૪ વર્ષના સિનિયર સીટીઝન કુ. મહેશ્વરીબેને સાબિત કરી બતાવી છે. મોરબી પોસ્ટ ઓફિસમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ સમયનો સદઉપયોગ કરવા તેમણે શાસ્ત્રીય નૃત્ય શીખવાની શરૂઆત કરી હતી અને પ્રથમ તેઓ જયપુર ઘરાના માં કથક વિશારદ થયા હતા ડિસેમ્બર-૨૦૨૩ માં લખનઉ ' ઘરાના માં પ્રતિષ્ઠિત શાસ્ત્રીય નૃત્ય તાલીમ સંસ્થા શ્રી નટવરી નૃત્યમાલા ક્લાસિકલ ડાન્સ ક્લાસીસ- રાજકોટ ના કથક નૃત્ય કલાગુરૂ વંદનીય શ્રીમતી ડો. હર્ષાબેન ઠક્કરના સ્નેહાળ માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી, પ્રથમ વર્ગમાં કથક વિશારદ થયા. અને હવે એપ્રિલ- ૨૪ માં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ- મુંબઈ દ્વારા  લેવાયેલ  ભરતનાટ્યમ વિશારદ પૂર્ણની પરીક્ષા  પ્રથમ વર્ગમાં પાસ કરી તેઓ ભરતનાટ્યમમાં પણ વિશારદ થયા છે. ભરતનાટ્યમ ની સઘન તાલીમ તેમણે 'તાંડવ નર્તન ' ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલાસિકલ ડાન્સ, રાજકોટના ગુજરાત ગૌરવ પુરસ્કાર સન્માનિત  ભરતનાટ્યમ નૃત્ય કલાગુરૂ જીજ્ઞેશભાઈ સુરાણી અને  કુ. ક્રિષ્નાબેન સુરાણી પાસેથી મેળવી હતી. આમ મહેશ્વરીબેને ભારતીય શાસ્ત્રીય  નૃત્ય શૈલીમાં ત્રણ વાર વિશારદની ડિગ્રી પ્રાપ્ત કરીને હેટ્રિક બનાવી છે.




Latest News