મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં પગ લપસતા લોખંડના દરવાજામાં માથું અથડાવાથી ઇજા પામેલ કેદી રાજકોટ સારવારમાં


SHARE









મોરબીની સબ જેલમાં પગ લપસતા લોખંડના દરવાજામાં માથું અથડાવાથી ઇજા પામેલ કેદી રાજકોટ સારવારમાં

મોરબીની સબ જેલમાં રાખવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ કાચા કામનો કેદી બાથરૂમમાં લોખંડના દરવાજા સાથે અથડાયો હતો. જેથી કરીને તેને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીની સબ જેલમાં રાખવામાં આવેલ કાચા કામના કેદી દિનેશભાઈ કનૈયાલાલ અહેરવાલ (40) નામનો યુવાન ગઈકાલે સવારે આઠ વાગ્યાના અરસામાં પોતાના બેરેક નં-3 ના બાથરૂમમાં જઈ રહ્યો હતો ત્યારે લપસીને ત્યાં લોખંડના દરવાજા સાથે અથડાતા તેને માથાના ભાગે ઈજા થઈ હતી જેથી આ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે. અને આ બનાવની વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ લૂંટના ગુનામાં દિનેશભાઈ કનૈયાલાલ અહેરવાલને પકડીને મોરબી સબજેલ હવાલે કરવામાં આવેલ છે. જોકે અકસ્માતના બનાવમાં તેને ઈજા થયેલ છે જેથી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા છે ત્યારે પોલીસ જાપ્તામાં તેને રાખવામાં આવ્યો છે. અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા અનુભાઈ અરજણભાઈ ગારબી (40) મોરબીથી રાજકોટ હાઇવે રોડ ઉપર થઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે વીરપર ગામ નજીક બા ની વાડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી જો કે, બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે




Latest News