મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના સોખડા ગામ નજીક ફેક્ટરીમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવાનનું મોત


SHARE









મોરબીના સોખડા ગામ નજીક ફેક્ટરીમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવાનનું મોત

મોરબી તાલુકાના સોખડા ગામ પાસે આવેલ મિનરલ વર્લ્ડ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના નાનીબરાર ગામે રહેતા ભઈલુભાઇ સામતભાઈ સોમાણી (18) નામનો યુવાન મોરબી તાલુકાના સોખડા ગામના પાટીયા પાસે આવેલ મિનરલ વર્લ્ડ ફેક્ટરીમાં કામ કરી રહ્યો હતો. ત્યારે કામ દરમિયાન તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો અને જેથી તે યુવાનનું મોત નીપજયું હતું. અને ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઝેરી દવા પીધી

હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા પાયલબેન હમીરભાઈ (20) નામની પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદની હોસ્પિટલમાં લઈને ગયા હતા. ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જોકે, બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે

બાઈક ચાલકે હડફેટે લેતા ફેકચર

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા વેલજીભાઈ નરબેરામભાઈ ઘોડાસરા (58) મોરબીના શનાળા રોડે રત્ન કલા કારખાના નજીકથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેઓને અજાણ્યા બાઇક ચાલકે ઠોકર મારી હતી જેથી તેમને ડાબા હાથે ફેકચર જેવી ઇજા થતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી 




Latest News