મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં તલાવડીવાસમાં જુગાર રમતા ત્રણ શખ્સની 14,800 ની રોકડ સાથે ધરપકડ


SHARE









મોરબીમાં તલાવડીવાસમાં જુગાર રમતા ત્રણ શખ્સની 14,800 ની રોકડ સાથે ધરપકડ

મોરબીમાં ખાટકીવાસ પાસે તલાવડીવાસમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 14,800 રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં ખાટકીવાસ પાસે આવેલ તલાવડીવાસ વિસ્તારમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી. તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે હુસેનભાઇ ઇકબાલભાઈ લાખા રહે. ખાટકીવાસ, મકબુલ હનીફભાઈ કાસમણી રહે. ખાટકીવાસ, દાઉદ કાદરભાઈ કાસમણી રહે. પખાલી શેરી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 14,800 રૂપિયાની રોકડ કબજે કરી હતી. અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા ઉષાબેન બંસીલાલ કચોરીયા (70) નામના વૃદ્ધા શક્તિ પ્લોટ શેરી નં-9 માં બાઇકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો અને ઉષાબેન રસ્તા ઉપર નીચે પડતા તેઓને ઈજા થઈ હતી અને વૃદ્ધને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઝેરી જીવજંતુ કરડી ગયું

મોરબીના રવાપર ગામ પાસે આસોપાલવ સોસાયટી નજીક વાડી વિસ્તારમાં રહેતા ઉષાબેન બહાદુરભાઇ પારઘી (20) નામની મહિલાને ઝેરી જંતુ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી હતી.




Latest News