મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં દોઢ માસ પૂર્વે જ લગ્ન થયેલ નવોઢાએ જીવન ટૂંકાવ્યું


SHARE







મોરબીમાં દોઢ માસ પૂર્વે જ લગ્ન થયેલ નવોઢાએ જીવન ટૂંકાવ્યું

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પરપ્રાંતિય દંપતી પૈકી મહિલા વહેલી સવારે કામકાજ ઉપરથી નાઈટશિફ્ટ પૂરી કરીને પોતાના લેબર કવાટરમાં ગઈ હતી અને બાદમાં તેનો પતિ તેના ક્વાટરમાં આવતા દરવાજો ખુલ્યો ન હતો.જોકે બાદમાં દરવાજો ખોલીને જોવામાં આવતા પરણીતાએ લેબર કવાટરમાં આપઘાત કરી લીધો હોવાનું ખુલ્યું હતું.જેથી કરીને હાલ ડેડબોડીને ફોરેન્સીક પીએમ માટે ખસેડીને બનાવના કારણ સંદર્ભે તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના વતની વિદેશભાઇ કન્યાભાઈ ભીલ અને તેમના પત્ની શંકરબેન વિદેશભાઈ ભીલ (ઉમર 21) બંને મોરબીના લાલપર ગામ પાસે આવેલ ઓરેન્ટો સિરામિકના લેબર ક્વાર્ટરમાં કહેતા હતા અને અહીં મજૂરી કામ કરતા હતા.દરમિયાનમાં ગતરાત્રિના નાઈટશીપ પૂરી કરીને શંકરબેન વિદેશભાઇ ભીલ (શંકરબેન ડો./ઓ. હેમરાજભાઇ) વહેલી સવારે છ વાગ્યે તેમના લેબર કવાર્ટરમાં આવ્યા હતા અને બાદમાં થોડા સમય બાદ તેમના પતિ વિદેશભાઈ ભીલ કામકાજ ઉપરથી પોતાના લેબર કવાર્ટર ખાતે ગયા હતા.જોકે તેમની ઓરડીનો દરવાજો અંદરથી બંધ હોય ખખડાવવા છતાં ખુલ્યો ન હતો.બાદમાં દરવાજો ખોલીને જોવામાં આવતા તેમના પત્ની શંકરબેને તેમના ક્વાટરમાં આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું.જેથી કરીને પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ પહોંચી હતી અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવવામાં આવ્યો હતો. વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક શંકરબેનનો લગ્નગાળો દોઢ માસ જ હતો અને તેઓ એમપી ખાતેથી મજૂરીકામ માટે મોરબી આવ્યા હતા અને અહીંના લાલપર ગામની સીમમાં આવેલ ઓરેન્ટો સીરામીકના લેબર કવોટરમાં રહીને મજૂરી કામ કરતા હતા.દરમિયાનમાં તેણીએ ઉપરોક્ત પગલું ભરી લેતા તેનું મોત નિપજયુ હતુ.હાલ બનાવ કયા કારણસર બન્યો છે..? તે દિશામાં આગળની તપાસ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.એમ.બગડા તેમજ જે.પી.પટેલ ચલાવી રહ્યા છે.

રફાળેશ્વર ગામે મારામારીમાં ઈજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે મેલડી માતાના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં અરજણભાઈ જીવાભાઇ મારવાડી (32), જમનાબેન જીવાભાઇ મારવાડી (45) અને ઈશ્વરભાઈ જીવાભાઇ મારવાડી (30) રહે.ત્રણેય રફાળેશ્વર વાળાઓને ઇજાઓ પહોંચી હતી.જેથી કરીને સારવાર માટે સરકારી હોસ્પિટલએ લાવવામાં આવ્યા હતા.બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયાએ બનાવની નોંધ કરીને કારણ અંગે આગળની તપાસ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામે રહેતા દેવજીભાઈ મગનભાઈ ચાવડા નામના 32 વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનવામાં ઇજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.પોલીસ સૂત્રોને જણાવ્યા પ્રમાણે તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે ઊંચી માંડલ ગામ પાસે રસ્તામાં તેમનું બાઇક સ્લીપ થઈ ગયુ હતુ.જે બનાવમાં ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News