માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ
Breaking news
Morbi Today

મોરબીમાં સફાઈ કરતાં સમયે એપાર્ટમેન્ટના પાંચમા માળેથી નીચે પટકાતાં મહિલાનું મોત


SHARE









મોરબીમાં સફાઈ કરતાં સમયે એપાર્ટમેન્ટના પાંચમા માળેથી નીચે પટકાતાં મહિલાનું મોત

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ધર્મવીર સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાંચમા માળ ઉપરથી સફાઈ કામ દરમિયાન નીચે પટકાતા મહિલાનું મોત નીપજયું હતું. જેથી તે મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતકના પતિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ધર્મવીર સોસાયટીમાં તુલસી ટ્વિન્સ ફ્લેટ નંબર 504 માં રહેતા પ્રકાશભાઈ થોભણભાઈ મારવાણીયાના પત્ની શારદાબેન પ્રકાશભાઈ મારવાણીયા (45) પોતાના ફ્લેટમાં પાંચમા માળ ઉપર સાફ-સફાઈ કરતા હતા. ત્યારે શરીરનું સંતુલન ગુમાવતા તેઓ પાંચમા માળેથી નીચે પટકાતા તેઓને શરીરે ગંભીર ઇજા થઈ હતી. જેથી તેને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને મૃતક મહિલાના પતિ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

100 લિટર દેશી દારૂ

મોરબી તાલુકાના જાંબુડીયા ગામના પાવર હાઉસની પાછળ કચરાના ઢગલા પાસે એલસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી 100 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 2000 રૂપિયાની કિંમતો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કરણભાઈ રમેશભાઈ અગેચાણીયા જાતે કોળી (25) રહે. કબીર ટેકરી શેરી નં-3 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી યાસ્મીન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચાણીયા જાતે કોળી રહે. શોભેસ્વર રોડ શોભેસ્વર સોસાયટી મોરબી વાળીનું નામ સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે




Latest News