મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં મંજૂરથી વધુ ગેસના બાટલા રાખીને વેચાણ કરતાં ત્રણ વેપારીઓની દુકાન સીલ


SHARE









મોરબીમાં મંજૂરથી વધુ ગેસના બાટલા રાખીને વેચાણ કરતાં ત્રણ વેપારીઓની દુકાન સીલ

મોરબીમાં પુરવઠા વિભાગ દ્વારા પરબજાર વિસ્તારમાં ગેસના બાટલાનું વેચાણ કરતાં ત્રણ વેપારીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું ત્યારે ગેસના બટલાનું છુટક વેચાણ કરતાં વેપારીઓ પાસે મંજૂર હતી તેનાથી વધુ બાટલા રાખીને વેચાણ કરતાં હોવાનું સામે આવ્યું હતું જેથી ત્રણેય વેપારીઓની દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.

મોરબીમાં જુદાજુદા વિસ્તારમાં ગેસના બાટલાનું વેચાણ વેપારીઓ દ્વારા કરવામાં આવે છે ત્યારે મોરબીના પરાબજાર વિસ્તાર કે જ્યાં સતત ટ્રાફિક રહે છે તે વિસ્તારમાં ગેસના બાટલા વેંચતા વેપારીઓ દ્વારા દુકાનમાં મંજૂરી કરતાં વધુ બાટલા રાખવામા આવતા હતા જેની જાણ પુરવઠા વિભાગને થઈ હતી. જેથી કરીને પરા બજારમાં આવેલ રાજ ટ્રેડર્સ, બુરહાની ટ્રેડર્સ અને દેવચંદ વશરામ એન્ડ સન્સ નામની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે મંજૂરી કરતાં વધુ ગેસના બાટલા મળી આવ્યા હતા જેથી કરીને પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરીને ત્રણેય દુકાનને સીલ કરી દેવામાં આવી છે.

વધુમાં આ વિષે પુરવઠા વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મંજૂરી કરતાં વધારે ગેસના બાટલા રાખીને ત્રણેય દુકાનોમાં વેચાણ કરવામાં આવે છે તેવી માહિતી મળેલ હતી જેથી પાલિકાના ફાયર વિભાગની ટીમને સાથે રાખીને ચેક કર્યું હતું ત્યારે છુટક વેચાણ માટે 100 કિલો ગ્રામનો જથ્થો રાખવાની મંજૂરી હોય છે. પરંતુ આ ત્રણેય વેપારીઓ પાસે વધુ જથ્થો હોવાનું સામે આવ્યું હતું અને આ વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં રાખવામા આવ્યા ન હતા. જેથી ત્રણેય દુકાનને સીલ કરવામાં આવેલ છે.




Latest News