મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા!
Breaking news
Morbi Today

મોરબી ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ચેકની બમણી રકમનો દંડ


SHARE











મોરબી ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ચેકની બમણી રકમનો દંડ

મોરબીમાં રહેતા વ્યક્તિએ શ્રી સુવીધા ક્રેડિટ ક્રો.ઓ. સોસાયટી લી. મંડળીમાંથી ધિરાણ(લોન) લીધેલ હતું જે રકમ ચૂકવવા માટે ચેક કર્યો હતો અને તે ચેક રિટર્ન થતાં કેસ થયેલ હતો જેમાં આરોપીને એક વર્ષની સજા અને ચેકની બમણી રકમનો દંડ તેમજ દંડ ન ભારે તો વધુ ત્રણ મહિનાની સજનો આદેશ કર્યો છે અને ફરિયાદીને ચેકની રકમ તેમજ તેના ઉપર 9 ટકા લેખે  વાર્ષિક વ્યાજ ચૂકવવાનો આદેશ કરેલ છે

મોરબીના નવલખી રોડે આવેલ યમુનાનગરના રહેવાસી જાડેજા વિક્રમસિંહ મીઠુભાએ તા. 12/9/19 ના રોજ શ્રી સુવીધા ક્રેડિટ ક્રો.ઓ. સોસાયટી લી. મોરબી પાસેથી ધંધા માટે 4 લાખનું ધિરાણ (લોન) મેળવેલ હતી. આ ધિરાણ (લોન)ની વસુલાત માટે આરોપી જાડેજા વિક્રમસિંહ મીઠુભાએ શ્રી સુવીધા ક્રેડિટ ક્રો.ઓ. સોસાયટી લી.  2,63,771 નો ચેક આપેલ હતો. જે ચેક રિટર્ન થયો હતો જેથી કરીને શ્રી સુવીધા ક્રેડિટ ક્રો.ઓ. સોસાયટી લી. ના રાજેશકુમાર અમરશીભાઇ મારુએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે મોરબીના મહે એડી.ચીફ જયુડિ. મેજી. સાહેબની કોર્ટમાં મોરબીના વકીલ કાનજી એમ. ગરચર  દ્રારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસ ચાલી જતાં મોરબી એડી. ચીફ જયુડિ. મેજી. ડી.કે.ચંદાણી સાહેબએ આરોપીને 1 વર્ષ ની સાદી કેદની સજા અને ચેકની રકમ 2,63,771 ની ડબલ રકમનો દંડ અને દંડ ન ચૂકવે તો 3 મહિનાની કેદ અને દંડની રકમમાંથી ફરિયાદીને ચેકની રકમ તેમજ તેના ઉપર 9 ટકા લેખે  વાર્ષિક વ્યાજ ચૂકવવાનો આદેશ કરેલ છે આ કેસમાં ફરિયાદી તરફે મોરબીના વકીલ કાનજી એમ. ગરચર રોકાયેલ હતા.






Latest News