મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં મૈત્રી કરાર કરનાર યુવાનના મિત્રને છરીનો ઘા ઝીકવાના ગુનામાં યુવતીની માતા-બનેવીની ધરપકડ


SHARE









મોરબીમાં મૈત્રી કરાર કરનાર યુવાનના મિત્રને છરીનો ઘા ઝીકવાના ગુનામાં યુવતીની માતા-બનેવીની ધરપકડ

મોરબી નજીક સીરામીક કારખાનામાં રહેતા પરણિત યુવાન અને પરિણીતાને મનમેળ હતો જેથી તે બંને સાથે રહેતા હતા તે બાબતે સમાધાન કરવા માટે યુવાનને યુવતીની માતાએ બોલાવ્યો હતો જેથી યુવાન તેના મિત્ર સાથે કારખાનાના દરવાજા પાસે ગયો હતો ત્યારે યુવતીની માતાએ યુવાનને ગાળો આપી હતી અને માર માર્યો હતો અને ત્યારે યુવાનને બચાવવા માટે થઈને વચ્ચે પડેલ તેના મિત્રને પીઠના ભાગે છરીનો એક ઘા મારવામાં આવ્યો હતો જેની ફરિયાદ આધારે પોલીસે આરોપી મહિલા અને તેના એક જમાઈની ધરપકડ કરીને તે બંનેને જેલ હવાલે કરેલ છે.

હાલમાં મોરબીના ઘુટુ ગામ નજીક આવેલ લાઇકોસ બાથવેર નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા નિલેશભાઈ નાજાભાઇ પંચાલ જાતે અનુ. જાતિ (24) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિનુબેન સનાભાઇ સોલંકી રહે. ગાંધીધામ, રોહિતભાઈ મોતીભાઈ ડાભી રહે. અમદાવાદ, હસમુખભાઈ શીવાભાઈ પરમાર રહે. લાઇકોસ બાથવેર કારખાનામાં અને અશ્વિનભાઈ સનાભાઇ સોલંકી રહે. ગાંધીધામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપી વિનુબેનની દીકરી અરુણા ઉર્ફે કિંજલની સાથે તેને મનમેળ હોય બંને મૈત્રી કરાર કરીને સાથે રહેતા હતા જે બાબતે સમાધાન કરવા માટે થઈને આરોપીઓએ યુવાનને બોલાવ્યો હતો. જેથી યુવાન કારખાનાના ગેટ પાસે ગયો હતો ત્યારે તેની સાથે અરૂણા અને તેનો મિત્ર સાગર ઉર્ફે રાહુલ પણ સાથે હતો વિનુબેને ફરિયાદીને ગાળો આપીને મારમાર્યો હતો અને તે સમયે અરુણાબેન અને સાગર વચ્ચે બચાવવા માટે થઈને પડ્યા હતા.

 

ત્યારે આરોપી વિનુબેનની સાથે રહેલા તેના બે જમાઈ અને એક દીકરાએ યુવાન અને તેના મિત્રને માર માર્યો હતો. ત્યારે આરોપી રાહુલ ડાભીએ સાગરને પીઠના ભાગે છરીનો એક ઘા માર્યો હતો. જેથી સાગરને ગંભીર ઇજા કરી હતી. જેથી ઇજા પામેલા સાગરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને તેને હોસ્પિટલે સારવાર આપ્યા બાદ આ બનાવની નિલેશભાઈ પંચાલ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી નિલેશના લગ્ન થઈ ગયેલ છે અને તેની પત્ની રિસમાણે બેઠેલ છે અને અરુણાના પણ લગ્ન થઈ ગયેલ છે જોકે, તેની બહેન લાઇકોસ બાથવેરમાં તેના બનેવી સાથે રહે છે. અને ત્યાં કામ કરે છે જેથી તે ત્યાં અવારવાનર આવતી હતી. અને અરૂણા અને નિલેષ સાથે મનમેળ હોવાથી તે બંનેએ મૈત્રી કરાર કરેલ છે. અને બંને સાથે રહે છે. આ ગુનામાં પીએસઆઈ ડી.ડી.જોગેલા અને તેની ટીમે આરોપી વિનુબેન સનાભાઇ સોલંકી રહે. સુંદરપૂરી તલાવડી વિસ્તાર ગાંધીધામ અને તેના જમાઈ હસમુખભાઈ શીવાભાઈ પરમાર રહે. લાઇકોસ બાથવેર કારખાનામાં ઘૂટું વાળાની ધરપકડ કરલે છે અને બંને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.




Latest News