મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં છાત્રાલય રોડ ઉપર આવેલ નીલકંઠ સોસાયટીના ગ્રાઉન્ડમાંથી 39 બોટલ દારૂ અને 24 બિયરના ટીન ભરેલ કાર ઝડપાઈ: બુટલેગરની શોધખોળ


SHARE













મોરબીમાં છાત્રાલય રોડ ઉપર આવેલ નીલકંઠ સોસાયટીના ગ્રાઉન્ડમાંથી 39 બોટલ દારૂ અને 24 બિયરના ટીન ભરેલ કાર ઝડપાઈ: બુટલેગરની શોધખોળ

મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ ચંદ્રેશનગર મેઇન રોડ ઉપર નીલકંઠ સોસાયટીના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ અલ્ટો ગાડીને ચેક કરવામાં આવી હતી તે ગાડીમાંથી દારૂની 39 બોટલ તથા બિયરના 24 ટીમ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ બિયરનો જથ્થો તથા ગાડી મળીને 1,27,125 ની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો છે જોકે આરોપી હાજર મળી આવેલ ન હોય તેની સામે મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 

જાણવા મળતી પ્રમાણે માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના છાત્રાલય રોડ ઉપર ચંદ્રેશનગર મેઇન રોડ ઉપર આવેલ નીલકંઠ સોસાયટી પાસે ગ્રાઉન્ડમાં અલ્ટો ગાડી નંબર જીજે 3 પીઆર 0653 પાર્ક કરીને મૂકવામાં આવી હતી જે ગાડી ની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હોય પોલીસે તે ગાડીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની 39 બોટલો તથા બિયરના 24 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 26,125 ની કિંમત નો દારૂનો જથ્થો તથા 1000 રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન અને અલ્ટો ગાડી આમ કુલ મળીને 1,27,125 ની કિંમતનો મુદામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો છે અને આરોપી હાજર ન હોવાથી બળવંતભાઈ ગોવિંદભાઈ ચાવડા રહે નીલકંઠ સોસાયટી છાત્રાલય રોડ મોરબી વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
 
યુવાન સારવારમાં 
મોરબીના વજેપર વિસ્તાર શેરી નં-4 માં રહેતા હરેશભાઈ વસંતભાઈ કંઝરિયા (35) નામનો યુવાન મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ સામે ફાર્મ હાઉસમાં દવાનો છંટકાવ કરી રહ્યો હતો ત્યારે તેને ઝેરી અસર થવાના કારણે તે યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી





Latest News