મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વિવધ શાળાઓમાં ગુરુવંદન-છાત્ર અભિનંદનનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વિવધ શાળાઓમાં ગુરુવંદન-છાત્ર અભિનંદનનો કાર્યક્રમ યોજાયો

મોરબીની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ૨૦ થી ૨૮ જુલાઈ સુધી ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન થયેલ છે. જે અંતર્ગત મોરબી જિલ્લાની ૬ જેટલી શાળામાં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં ગુરુ-છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્દૅઢ બને, છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેમજ આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલીને ફરી જીવંત કરવાનો હતો. આ કાર્યક્રમમાં ૭ શાળાઓના ૨૦૮૮ વિદ્યાર્થીઓએ તથા ૨૧૨ શિક્ષકો એ રાષ્ટ્રની સંસ્કૃતિ અને સમાજની રક્ષા તથા ધુમ્રપાન ન કરવાના શપથ લીધા હતા. તેમજ જુદીજુદી શાળામાં ધો. ૧ થી ૧૨ ના કુલ ૫૨ (બાવન) વિદ્યાર્થીઓ તથા ૪૮ શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના ડો. જયેશભાઈ પનારા, હિંમતભાઈ મારવાણીયા, દિલીપભાઈ પરમાર, દિનેશભાઈ હુંબલ, ડો.ઉત્સવભાઈ દવે, ધૃમિલભાઈ આડેસરા અને હરદેવભાઇ ડાંગર જોડાયા હતા.




Latest News