મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વિવધ શાળાઓમાં ગુરુવંદન-છાત્ર અભિનંદનનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને જિલ્લા રાજપૂત સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
SHARE
મોરબીમાં શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને જિલ્લા રાજપૂત સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
મોરબીમાં દર વર્ષે મોરબી જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આગામી તા ૨૮ ના રોજ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલા કેશવ બેન્કવેટ હોલ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા સમસ્ત રાજપૂત સમાજ દ્વારા તા ૨૮ ને રવિવારે બપોરે ૩ કલાકે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો. ૫ થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થીઓ, વિવિધ ક્ષેત્રે ગૌરવ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવશે આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહીલ હાજર રહેશે તે ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, રાજ્યસભાના સાંસદ મહારાણા કેસરીદેવસિંહજી ઝલા સહિતના રાજપૂત સમાજના રાજકીય-સામાજિક આગેવાનો હાજર રહેશે. ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના આ કાર્યક્રમમાં સમાજના દરેક ભાઈ-બહેનોને હાજર રહેવા માટે મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ એન. જાડેજા અનુરોધ કરેલ છે.