મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ દ્વારા ત્રીજું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી ચેકઅપ કેન્દ્ર લોકાર્પણ કરાયું


SHARE













મોરબીમાં લાયન્સ કલબ દ્વારા ત્રીજું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી ચેકઅપ કેન્દ્ર લોકાર્પણ કરાયું

લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી દ્વારા સેવા પરમો ધર્મ સંકલ્પને વેગ આપવા ત્રીજા વિના મૂલ્યે આરોગ્ય ચેકઅપ કેન્દ્રને ખુલ્લું મુકવામાં આવ્યું છે મોરબીના પંચાસર રોડ ઉપર રાજનગર સોસાયટી સામે જી'નામ ક્લિનિક ખાતે રાજનગર અને પંચાસર રોડ વિસ્તારના જરૂરિયાત વાળા  લોકો માટે  વિનામૂલ્યે ડાયાબિટીસ અને બીપી ચેકઅપ કરી આપવામાં આવશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રીક ગવર્નર  રમેશભાઈ રૂપાલા હાજર રહ્યા હતા. આ ઉપરાંત લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ સી. ફુલતરિયા સહિતના હાજર રહ્યા હતા. આ તકે કેશુભાઈ દેત્રોજા  અને PST ટીમ દ્વારા માનદ સેવા આપનાર જીનામ ક્લિનિકના ડૉ .શ્રી એકતાબેન ભટાસણા, ડૉ મનીષભાઈ ભટાસણા, ડૉ.હસ્તિબેન ભાટીયા, ભુદરભાઈ  ભટાસણાનું પુષ્પ ગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.






Latest News