મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ગળેફાંસો ખાઇ જતાં યુવાનનું મોત 


SHARE









મોરબીના રવાપર ગામે ગળેફાંસો ખાઇ જતાં યુવાનનું મોત 

મોરબીના રવાપર ગામે કોઇ અગમ્ય કારણોસર પટેલ યુવાને તેના ફલેટમાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું.બનાવના કારણ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર ગામે આવેલી શક્તિ ટાઉનશીપ વિસ્તારમાં આવેલ શુકુન હાઈટ ફ્લેટ નંબર-૧૦૧ માં રહેતા આકાશ વાઘજીભાઈ કાસુન્દ્રા નામના ૩૦ વર્ષીય પટેલ યુવાને તેના ફલેટમાં કોઈ અગમ્ય કારણોસર ગત રાત્રિના નવેક વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું હતું.બનાવને પગલે તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.બનાવની જાણ થતાં હેડ કોન્સ્ટેબલ વી.પી.છાસીયાએ પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.હાલ કયા કારણોસર મૃતક આકાશ કાસુંન્દ્રાએ અંતિમ પગલું ભર્યું તે પોલીસ તપાસનો વિષય છે.

સતવારા યુવાનનું મોત

મોરબીના હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા યુવાનને છાતીમાં દુખાવો ઉપડયા બાદ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે. હળવદ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ચરાડવા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરની સામે રહેતા ભરતભાઈ ડાયાભાઇ સોનગ્રા જાતે દલવાડી નામના ૩૮ વર્ષીય યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને દવાખાને લઈ જવામાં આવતાં રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.બનાવ અંગે મૃતકના મોટાભાઈ રાજેશ ડાયાભાઈ સોનગ્રાએ પોલીસને જાણ કરી હતી.જેથી કરીને હળવદ તાલુકા પોલીસ મથકના એએસઆઇ આર.પી.રાણાએ આગળની તપાસ હાથ ધરી છે.

વૃધ્ધ-યુવાન સારવારમાં

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા કાદરશા જમાલશા શાહમદાર નામના ૬૦ વર્ષીય વૃદ્ધ મોરબીના પંચાસર રોડ ઉપરથી પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ગીતામીલની પાસે પડી જવાથી ઇજાઓ થવાથી તેમને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી-નીચી માંડલ ગામ વચ્ચે બાઈક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમા ઇજાઓ થવાથી હાલ નીચી માંડલ ગામે રહેતા અશ્વિન ગોવિંદભાઈ કનારા નામના ૨૯ વર્ષીય યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો.




Latest News