વાંકાનેરની ઝૂંપડપટ્ટીમાં બાળકોને વિદ્યાર્થીઓએ કપડા-મીઠાઈનું વિતરણ
ગુજરાતને વકફ બોર્ડના કાનૂનમાથી અલગ કરવા વિધાનસભામાં સંવિધાન પાસ કરવા મોરબીમાં પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ કર્યું આહ્વાન
SHARE
ગુજરાતને વકફ બોર્ડના કાનૂનમાથી અલગ કરવા વિધાનસભામાં સંવિધાન પાસ કરવા મોરબીમાં પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ કર્યું આહ્વાન
મોરબીમાં રાષ્ટ્રીય વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીનું વ્યાખ્યાન રાખવામા આવ્યું હતું જેમાં દેશના હિન્દુઓ સૂતા છે ત્યારે મુસ્લિમ માઈનોરીટીમાં હોવા છતાં પણ હિન્દુઓને નુકશાન કરે તેવા જે કાયદાઓ દેશમાં બની ગયેલ છે તેની માહિતી મોરબીના લોકોને આપી હતી અને ખાસ કરીને હિન્દુ રાષ્ટ્ર હોવા છતાં પણ ભારતમાં હિન્દુઓની સલામતી સામે જ ખતરો ઊભો થઈ રહ્યો છે તેની સામે અત્યારે જ જાગવા માટે આહવાન કર્યું હતું અને વર્ષ ૨૦૧૩માં કેન્દ્ર સરકારમાં બનાવવામાં આવેલ વકફ બોર્ડના કાનૂનમાથી ગુજરાતને અલગ કરવા માટે ગુજરાત વિધાનસભામાં સંવિધાન પાસ કરીને તેને દિલ્હી મોકલાવવામાં આવે તેના માટે હાકલ કરી હતી
મોરબીના જય અંબે સેવા ગ્રુપ તથા રાષ્ટ્રીય પ્રખર સેવા સંગઠન દ્વારા લીલપર ગામે પાસે આવેલ રાધે પાર્ટી પ્લોટ ખાતે રાષ્ટ્રીય વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજી અને કાજલ હિંદુસ્તાનીનું રાષ્ટ્રના આંતરીક મુદ્દાઓને લઈને વ્યાખ્યાન રાખવામા આવ્યું હતું જેમાં કાજલ હિંદુસ્તાનીએ ખાસ કરીને લવ જેહાદ અને ગેરકાયદે કરવામાં આવી રહેલ દબાણોના વિષય ઉપર ભાર મૂક્યો હતો અને મણીમંદિર તેમજ દરબાર ગઢ પાસે ગેરકાયદે બની ગયેલ મસ્જિદ તોડવા માટે આહ્વાન કર્યું હતું
ત્યાર બાદ રાષ્ટ્રીય વક્તા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીએ લોકોને સંબોધતા કયું હતું કે, કેન્દ્ર સરકારમાં કયારે પણ ૫૦ થી વધુ મુસ્લિમ સાંસદો ચૂંટાયેલા ન હતા તેમ છતાં આજની તારીખે ભારત કે જે હિન્દુ રાષ્ટ્ર છે ત્યાં હિંદુની સલામતી સામે જ ખતરો ઊભો થાય તેના કાનૂન બની ગયેલ છે તેઓએ જણાવ્યુ હતું કે, વકફ બોર્ડ દ્વારા તાજમહેલ કબજે કરી લેવામાં આવેલ છે જેથી હાલમાં કેન્દ્ર સરકાર તે પ્રોપર્ટી માટે સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે જો કે, સરકારને તેની મિલકત માટે વકફ બોર્ડ સામે લડવું પડતું હોય તો સામાન્ય નાગરિકની જમીન કે મિલકત ઉપર જો વકફ બોર્ડ દ્વારા કબ્જો લઈ લેવામાં આવે તો શું થશે તે કોઈ જાણતું નથી
વધુમાં તેઓએ કહ્યું હતું કે, દેશમાં હિન્દુઓ ૧૦૦ કરોડ હોવા છતાં પણ આપણે લાચાર છીએ અને દેશમાં આજની તારીખે માઈનોરીટી માટે જે બજેટ આપવામાં આવે છે તેમાથી ૯૦ ટકા બજેટ મુસ્લિમને આપવામાં આવે છે આટલું જ નહીં ભારતનું સંવિધાન એવું કહે છે કે, જાતી આધારે કોઈને અનામત આપી શકાય નહીં પરંતુ આજની તારીખે મુસ્લિમોને અનામત સહિતના લાભ આપવામાં આવે છે તે હકકિત છે અને ભારતના ઘણા વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો માઈનોરીટીમાં આવી ગયા હોવાથી તે લોકો અનામત લેવા માટેના પ્રયાસો કરી રહ્યા છે તે દુખની વાત કહી શકાય તેમ છે ત્યારે વર્તમાન સમયમાં લોકોએ તેની તાકાતને જાણવાની જરૂર છે અને ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પાર્ટી અને સંગઠનના ગુલામ થવા કરતાં રાષ્ટ્રના ગુલામ બનશો તો હિન્દુઓને વધુ ફાયદો થશે
તેઓએ કહ્યું હતું કે, દેશમાં મુસ્લિમ સમાજની સામૂહિક શક્તિએ દેશની સંસદને ઘૂટણો ઉપર લાવી દીધેલ છે અને આજે હિન્દુ રાષ્ટ્ર હોવા છતાં પણ ભારતમાં માઈનોરીટી મિનિસ્ટ્રી બનાવવામાં આવેલ છે આટલું જ નહીં ભારતની અંદર ભારત વિરોધી બિલ તેઓની સામૂહિક શક્તિના લીધે કેન્દ્રમાં અગાઉ પાસ થઈ ગયા છે તેમાં ખાસ કરીને વર્ષ ૨૦૧૩માં કેન્દ્ર સરકારમાં બનાવવામાં આવેલ વકફ બોર્ડના કાનૂનમાથી ગુજરાત રાજ્યને અલગ કરવામાં આવે તેના માટે ગુજરાત વિધાનસભામાં સંવિધાન પાસ કરીને તેને દિલ્હી મોકલાવવામાં આવે અને જો તેના ઉપર રાષ્ટ્રપતિની સહી થશે તો ગુજરાત વકફ બોર્ડના ઈસ્લામિક કાનૂનમાથી મુક્ત થઈ જશે અને હિદુઓ સુરક્ષિ થઈ જશે આટલું જ નહિ દેશમાં આજે ૨૨ રાજ્યોમાં ભાજપની સરકાર છે તે તમામ માટે ગુજરાત પ્રેરણરૂપ બનશે અને અંતમાં તેઓએ કહ્યું હતું કે, જો રાજકારણીઓ સહિતના લોકો પાંચ વર્ષ સુધી પોતાના અંગત સ્વાર્થીને છોડીને રાષ્ટ્ર હિતની કામગીરી અને વાત કરશે તો દેશની શકલ બદલી જશે