હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં એક સપ્તાહ સુધી હર ઘર તિરંગા અભિયાનની તડામાર તૈયારી


SHARE









મોરબી જિલ્લામાં એક સપ્તાહ સુધી હર ઘર તિરંગા અભિયાનની તડામાર તૈયારી

સરકાર દ્વારા સમગ્ર દેશમાં ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા પર્વની પૂર્વે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અન્વયે ગુજરાત રાજ્યમાં પણ દેશને સ્વતંત્રતા અપાવનાર સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને યાદ કરવા, લોકોમાં દેશ ભક્તિનો માહોલ ઉભો કરવા અને તિરંગા પ્રત્યે લોકોની આત્મીયતા વધુ સુદ્રઢ્ય બને તે હેતુથી ‘હર ઘર તિરંગા’ અભિયાન ઉજવવામાં આવનાર છે.

 જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ૮ ઓગસ્ટ તથા ૯ ઓગસ્ટ દરમિયાન જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં દેશભક્તિની થીમ ઉપર રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. યુવા વિકાસ અધિકારીની કચેરી તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, હર ઘર તિરંગા થીમ આધારિત ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવનાર છે. 

મોરબી પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ મોરબી ચીફ ઓફિસર દ્વારા ૧૨ ઓગસ્ટના રોજ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ૧૨ ઓગસ્ટના રોજ ટંકારા ખાતે, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ૧૧ ઓગસ્ટના રોજ માળિયા ખાતે, હળવદ પ્રાંત અધિકારી દ્વારા ૧૧ ઓગસ્ટના રોજ હળવદ ખાતે તેમજ વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા ૧૨ ઓગસ્ટના રોજ વાંકાનેર ખાતે તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત કાર્યક્રમોના દિવસો દરમિયાન પોલીસ પરેડ (સ્પેશિયલ તિરંગા માર્ચ, આન બાન ઓફ તિરંગા), કાર્યક્રમને અનુરૂપ બેનર, પોસ્ટર, પેમ્પ્લેટ અને પત્રિકાઓના વિતરણ થકી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તેમજ એસ.ટી. બસ પર ‘હર ઘર તિરંગા’ના સંદેશ લગાડવા સહિતના આયોજનો કરવામાં આવનાર છે. આ કાર્યક્રમોમાં સહભાગી થવા જિલ્લાના તમામ નાગરિકોને જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News