મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

ગુજરાતના લોકો ન્યાય ઝંખી રહ્યા છે અને ગાંધીનગરમાં બેઠેલા આખલા ગોચર ખાય જાય છે: લાલજીભાઇ દેસાઇ


SHARE













ગુજરાતના લોકો ન્યાય ઝંખી રહ્યા છે અને ગાંધીનગરમાં બેઠેલા આખલા ગોચર ખાય જાય છે: લાલજીભાઇ દેસાઇ
 
ગુજરાતમાં જુદી જુદી દુર્ઘટનાઓના વિવિધ પરિવારોને ન્યાય મળે તે માટે મોરબી થી શરૂ કરવામાં આવેલ ગુજરાત ન્યાય યાત્રા ટંકારા ખાતે પહોંચી છે અને ત્યાં સભા યોજાઈ હતી જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના પ્રમુખ તેમજ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દ્વારા રાજ્ય સરકારને આડે હાથ લેવામાં આવી હતી અને ખાસ કરીને આ યાત્રાને રાજકીય રંગ આપવાના બદલે પીડીત પરિવારોને ન્યાય આપો એટલે યાત કરવી જ ન પડે. તો લાલજીભાિ દેસાઇએ કહ્યુ હતુ કે, ગુજરાતના લોકો ન્યાય ઝંખી રહ્યા છે અને ગાંધીનગરમાં બેઠેલા આખલા ગોચર ખાયા જાય છે.

 

 

ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે કોંગ્રેસની આગેવાની હેઠળ પીડીત પરિવારને સાથે રાખીને ગઇકાલે સવારથી મોરબીના દરબારગઢ ચોકથી ગુજરાત ન્યાય યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે રાત્રે ૮:૩૦ વાગ્યે ટંકારા ખાતે પહોંચી હતી અને ત્યાં ટંકારામાં આર્ય સમાજ ભવનના હોલ ખાતે સેવાદળ અને કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારોને અને કાર્યકર્તાઓ તેમજ આ ટંકારા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અને પિડીત પરિવારોની હાજરીમાં એક સભા યોજાઈ હતી જેમાં ખાસ કરીને આ ન્યાય યાત્રા શા માટે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં જવાની છે તેના વિશે ટંકારા ના લોકોને જાણકારી આપવામાં આવી હતી તે ઉપરાંત વર્તમાન સરકાર આ યાત્રા ન થાય અને આ યાત્રાને કોઈપણ રીતે રાજકીય રંગ આપવા માટેના અનેક પ્રયત્નો કરી ચૂકી છે પરંતુ લોકો ભાજપ સરકારની નિતીરીતીને જાણી ગયા છે અને તેના કારણે મોરબી જિલ્લામાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

 

ગઇકાલે ટંકારા ખાતે જ આ યાત્રાનું રાત્રી રોકાણ કરીને આજે સવારે 9:00 વાગ્યાથી આ ન્યાય ગુજરાત ન્યાય યાત્રા રાજકોટ તરફ આગળ પ્રયાણ કરી રહી છે.દરમિયાન જે સભા યોજાઈ હતી તેમાં રાષ્ટ્રીય સેવા દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈએ ભાજપ સરકાર ઉપર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ગુજરાતના લોકો ન્યાય ઝંખી રહ્યા છે અને ગાંધીનગરમાં બેઠેલા આખલા ગોચરની જમીનો ખાઈ જાય છે અને પિડીત પરિવારોને ન્યાય મળતો નથી આવી વ્યવસ્થાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યારે ધારાસભ્ય તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશભાઈ મેવાણી એ કહ્યું હતું કે 300 કિલોમીટરની ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જો કે ન્યાય યાત્રા માત્ર 20 કિલોમિટર ચાલી છે ત્યાં ભાજપના પ્રવક્તાઓ સ્ટેટમેન્ટ આપવા લાગ્યા છે, પીડિત પરિવારોને સાથે રાખીને કોઈપણ રીતે આ ન્યાય યાત્રા અને કોંગ્રેસ વિશેના સ્ટેટમેટો આપવા લાગ્યા છે. આવું બધું કરવા કરતા પિડીત પરિવારોને તેમની માંગણી મુજબ ન્યાય આપવામાં આવે, દોષિતોને સજા આપવામાં આવે અને તેઓને પૂરતું વળતર આપવામાં આવે તો પિડીત પરિવારને ન્યાય માટે રજડવુ પડે નહી.






Latest News