માળીયા (મી) તાલુકાનાં દારૂના જુદાજુદા બે ગુનામાં નાસતા ફરતા બે આરોપી પકડાયા માળિયા (મી)ના નાની બરાર ગામે આવેલ કુમાર તાલુકા શાળામાં ઉત્સાહભેર યોજાયો લાઇફ સ્કીલ મેળો મોરબીમાં અનાથ દીકરીઓ માટે ઓમ શાંતિ વિદ્યાલયના ટી.ડી.પટેલ દ્વારા અનોખી પહેલ મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે


SHARE











મોરબીમાં કાલે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે

મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા 'હર ઘર તિરંગા' યા અંતર્ગત જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા/પરેડનું તા.૧૨ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ, નવા બસસ્ટેન્ડ  સુધી આયોજન કરવામાં આવ્યું છે.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ વિવિઘ કાર્યક્રમોની રૂપરેખા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ વહીવટ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રાનું મોરબી શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સાંજે ૫:૩૦ કલાકે પ્રસ્થાપન થશે અને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ, મોરબી ખાતે પુર્ણ થશે. આ તિરંગા યાત્રાના રૂટ પર મોરબી નગરપાલિકા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવશે. આ રેલીમાં શહેરની જુદી જુદી ખાનગી તેમજ સરકારી શાળાના બાળકો દેશભકિતને અનુરૂપ વિવિધ વેશભુષા સાથે તિરંગા યાત્રામા જોડાઈ તિરંગા યાત્રાનું ગૌરવ વધારશે. અને આ તિરંગા યાત્રામાં જિલ્લાના સંસદસભ્યો, ધારાસભ્યો સહિતના લોકો હાજર રહેશે




Latest News