મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ભારતના સૌપ્રથમ શ્રાવણી લોકમેળાને ધારાસભ્યોએ ખુલ્લો મુખ્યો: રાઇડ્સ-ફજેત ચલાવવા મળી મંજૂરી


SHARE







મોરબી જિલ્લાના ભારતના સૌપ્રથમ શ્રાવણી લોકમેળાને ધારાસભ્યોએ ખુલ્લો મુખ્યો: રાઇડ્સ-ફજેત ચલાવવા મળી મંજૂરી

વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણ મહિના દરમિયાન યોજાતા લોકમેળાનો સર્વપ્રથમ મેળો યોજાતો હોય છે તેવી જ રીતે આ વખતે પણ ત્યાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જોકે ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં બનેલી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાઇડ્સ અને ફજત માટે જે આકરા નિયમો બનાવવામાં આવ્યા છે. જેથી કરીને રાઈડ્સ અને ફજેત ચલાવવા માટેની મંજૂરી મળી ન હતી ત્યારે ધારાસભ્યોએ આ લોકમેળાને ખુલ્લો મૂક્યો હતો. જો કે, રવિવારે  સાંજે સાડા ચારેક વાગ્યાના અરસામાં મેળામાં રાઈડ્સ અને ફજેત વિગેરેનું ચેકિંગ કરીને રાઈડ્સ અને ફજેત ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે.

શ્રાવણ મહિનામાં લોકોને હરવા ફરવા અને મજા કરવા માટેનું મુખ્ય સ્થળ જો કોઈ હોય તો તે મેળા હોય છે અને મેળામાં હરવા ફરવા માટે લોકો પોતાના પરિવાર સાથે જતા હોય છે પરંતુ ગુજરાતની અંદર છેલ્લા વર્ષોમાં જુદી જુદી જગ્યાઓ પર બનેલી દુર્ઘટનાઓ તેમજ કેટલીક જગ્યાએ મેળાઓમાં બનેલી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા લોકમેળાની અંદર રાઇડ્સ અને ફજેત માટે આકરા નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં રાઈડ્સ અને ફજેત માટે વપરાતી મશીનરીની કેપેસિટીતે મશીનરીનું આયુષ્ય તેમજ જે જગ્યા ઉપર ફજેત અને રાઇડ્સ મૂકવાના હોય તે જગ્યાની મજબૂતી સહિતની બાબતોને ગંભીર ત્યાંથી ધ્યાને લઈને મેળા માટે થઈને મંજૂરી આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દરમ્યાન વાંકાનેરના અરણીટીંબા ગામ પાસે આવેલ જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણ માસમાં સમગ્ર ભારત દેશની અંદર યોજાતા લોકમેળાનો સૌથી પ્રથમ મેળો યોજાય છે તેવી જ રીતે આ લોકમેળાનું આજે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને વાંકાનેરમાં બેઠકના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ની હાજરીમાં ખુલ્લો મુકવામાં આવ્યો છે. અને ત્યારે ધારાસભ્યો દ્વારા મેળાના સંચાલકો તથા રાઈડ્સ અને સ્ટોર રાખનારા વેપારીઓને સરકારના નિયમ અને ગાઈડલાઈન મુજબ મેળો ચલાવવાની ટકોર કરવામાં આવી હતી.

અત્રે ઉલેખનીય છે કે, મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યાં સુધી વિવિધ પ્રકારની એનઓસીઓ લેવાની હતી તે લઈને સ્થળ ઉપર ચેકિંગ કરવાનું હતું તે કામગીરી રવિવારે બપોરે સાડા ચાર વાગ્યા સુધી ચાલ્યું હતું અને ત્યાર બાદ મેળાની મંજૂરી આપવા માટે જે કમિટી બનાવવામાં આવી છે તેના અધિકારીઓનાં રિપોર્ટના આધારે જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાયેલ લોકમેળામાં રાઈડ્સ અને ફજેત ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે. અત્રે ઉલેખનીય છે કે, જડેશ્વર મહાદેવનો શ્રવણ મહિનાના બીજા સોવારે પ્રાગટ્ય દિવસ છે જેથી કરીને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોકો ત્યાં દેવદર્શન અને મેળાની મોજ માણવા માટે આવશે. ત્યારે તેઓને રાઈડ્સ કે ફજેતમાં બેસવા સહિતની મજા માણવા મળશે.






Latest News