મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં લોકશાહી પદ્ધતિથી મોનિટર-GS ની ચૂંટણી યોજાઈ


SHARE







મોરબીની ભારતી વિધાલય શાળામાં લોકશાહી પદ્ધતિથી મોનિટર-GS ની ચૂંટણી યોજાઈ

મોરબીમાં આવેલ ભારતી વિધાલય શાળામાં છેલ્લા 6 વર્ષથી લોકશાહી ઢબે મોનિટર અને GS ની ચૂંટણીનું આયોજન કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થીઓ અત્યારથી જ મતદાનનું મહત્વ સમજે અને મતદાનની પ્રક્રિયામાં ભાગ લેતા થાય તે માટે મોનિટર અને GS ની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં પત્રકાર, ડોકટર, શિક્ષણ વિભાગના અધિકારી સહિતના હાજર રહ્યા હતા અને તેઓએ વિદ્યાર્થીઓને જીવના ઉપયોગી થયા તેવી માહિતી આપી હતી.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભારતી વિધાલય શાળામાં મોનિટરની ચૂંટણી બેલેટ પેપરથી કરવામાં આવી હતી અને GS ની ચૂંટણી વર્તમાન સમયમાં ચૂંટણીમાં જે EVM મશીનનો ઉપયોગ કરવામાં આવે છે તેવી જ ટેક્નિક સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડીઇઓ કચેરીમાંથી પ્રવીણભાઈ અંબારીયા તેમજ  સાથી અધિકારીઓએ હાજર રહ્યા હતા. અને તેમણે વિદ્યાર્થીઓને મત આપતી વખતે શું ધ્યાન રાખવું ? અને શા માટે મતદાન કરવું ? તેની માહિતી આપી હતી. 

આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ.અભયરાજસિંહ ઝાલા, ડૉ હાર્દિકભાઈ જેસવાણી અને બંધુનગર પ્રાથમિક શાળાના આચાર્ય અમૂલભાઈ જોશીએ હાજર રહીને લોકશાહીનું શું મહત્વ છે અને એક મતની શું કિંમત છે? તે મુદ્દા પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. મોરબીના પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ દ્વારા આ તકે ખાસ કરીને ભારતમાં ચૂંટણીની શરૂઆત ક્યારથી કરવામાં આવી?મ શા માટે ચુંટણીમાં અવિલોપીય શાહીનો ઉપયોગ કરવામાં આવે છે? ચુંટણીમાં મતદાન કરતાં પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ ?, લોકશાહીમાં માટની કિંમતી શું ?, ચુંટણીમાં સમજીને મતદાન ન કરવામાં આવે તો તેના ગેરફાયદા શું થયા ?, કેટલા પ્રકારના મતદારો હોય છે તે સહિતની માહિતી આપવામાં આવી હતી. 

આ તકે મહેમાનો દ્વારા આપવામાં આવેલ માહિતી વિદ્યાર્થીઓને આગામી સમયમાં જ્યારે વાસ્તવિક ચૂંટણીમાં મતદાન કરવા માટે જશે ત્યારે ખૂબ જ ઉપયોગી થશે. આ શાળામાં યોજાયેલ ચૂંટણીમાં ચૂંટણી અધિકારી, પ્રિસાઇડીંગ ઓફિસર, ફોટોગ્રાફર, બેલેટ પેપર આપનાર, પત્રકાર, વ્યવસ્થાપન અધિકારી જેવા 40 અધિકારીઓ વિદ્યાર્થીઓમાંથી બનાવવામાં આવ્યા હતા. અને મોનિટરની ચૂંટણીમાં કુલ 92.59  ટકા મતદાન અને GS ની ચૂંટણીમાં 94.45 ટકા મતદાન થયું હતું. અને આ કાર્યક્રમના અંતે શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતાએ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.






Latest News