મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં કામગીરી દરમિયાન લિફ્ટમાં માથું આવી જતા ઇજા પામેલ યુવાનનું મોત


SHARE













મોરબી નજીક કારખાનામાં કામગીરી દરમિયાન લિફ્ટમાં માથું આવી જતા ઇજા પામેલ યુવાનનું મોત

મોરબીના હરીપર કેરાળા ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન લિફ્ટમાં માથું દબાઈ જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના હરીપર કેરાળા રોડ ઉપર આવેલ નેશનલ પ્રાઇવેટ લિમિટેડ કારખાનામાં રહેતો નથી ત્યાં મજૂરી કામ કરતો અશ્વિનભાઈ દેવાભાઈ વાસણ (31) નામનો યુવાન કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ પણ કારણોસર લિફ્ટમાં તેનું માથું અકસ્માતે દબાઈ ગયું હતું જેથી કરીને તે યુવાનને ગંભીર ઇજા થઇ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધનું પડી જવાથી મોત

વાંકાનેર શહેરમાં આવેલ પચ્ચીસ વારિયામાં રહેતા યુનુસભાઈ હાસમભાઇ ખોખર (65)ને દોઢ-બે મહિનાથી કેન્સર ની બીમારી હતી જેથી માનસિક તકલીફ થઈ જતા તે ઘરે રહેતા ન હતા અને સાંજના છેક વાગ્યે અરસામાં તે ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડની સાઈડમાં તેઓ પડી જતા તેનું મોત થયુ હતુ અને તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News