મોરબી એલસીબીએ ૫૦૦ લીટર દેશીદારૂ ભરેલી કાર સાથે બે ને દબોચ્યા, ત્રણની શોધખોળ ચાલુ
મોરબીના નવયુગ ગૃપ ઓફ કોલેજમાં નેશનલ સર્વિસ સ્કીમના યુનિટનું ઓપનિંગ કરાયુ
SHARE









મોરબીના નવયુગ ગૃપ ઓફ કોલેજમાં નેશનલ સર્વિસ સ્કીમના યુનિટનું ઓપનિંગ કરાયુ
મોરબીના નવયુગ ગૃપ ઓફ કોલેજ ખાતે ગઇકાલે નેશનલ સર્વિસ સ્કીમ (NSS) ના યુનિટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતુ.ઓપનિંગ સેરેમનીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના NSS ના કો-ઓર્ડીનેટર ડૉ.એન.કે.ડોબરીયા, મોરબી ડિસ્ટ્રીક્ટ NSS ના કો-ઓર્ડીનેટર વનિતાબેન કગથરા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.કાર્યક્રમને સફળ બનાવવામાં મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવાડીયા, NSS નોડલ ઓફીસર ડૉ.હિરેન મહેતા અને પ્રિન્સિપાલ ડો.વરૂણ ભીલા અને NSS કો-ઓર્ડીનેટર્સે જહેમત ઉઠાવી હતી.આ સાથે કોવિડ વેક્સિનેશનના કેમ્પનું આયોજન પણ કરાયું હતું.જેમાં સમગ્ર કોલેજના બીજો ડોઝ લેવામાં બાકી સ્ટૂડન્ટ્સનું વેક્સિનેશન કરાયું હતું અને ભારતમાં કોવિડ વેક્સિનેશને ૧૦૦ કરોડનો આંક વટાવ્યો તે માર્કને સ્ટૂડન્ટ્સે પ્રતીક સ્વરૂપે અંકિત પણ કર્યો હતો.
